Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

અમદાવાદ શહેરમાં મેટ્રો પ્રોજેકટને જોડતા રસ્તાઓ ટુંકમાં રિસરફેસ થશે

ખર્ચની રકમ મેટ્રો પ્રોજેકટ દ્વારા પુરી પડાશેઃ મોહન સિનેમાવાળા રોડને પહોળો કરવા માટે બાંધકામોને દુર કરાશે : રોડ રિસરફેસના કામો ઝડપથી કરવા તાકીદ

અમદાવાદ, તા.૪, અમદાવાદ શહેરમાં ગત વર્ષે ભારે વરસાદને કારણે તુટેલા રસ્તાઓનો મામલો હજુ શાંત થવાનુ નામ લેતો ન હોય એમ આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મેટ્રો પ્રોજેકટની કામગીરી જે વિસ્તારોમાં ચાલી રહી છે તે વિસ્તારોમાં ખરાબ થયેલા રસ્તાઓના રિપેરીંગની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાવવાનો નિર્ણય  કરવામાં આવ્યો છે જ્યારે ખર્ચ મેટ્રો પ્રોજેકટ દ્વારા ચુકવવામાં આવે એ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ અંગે મળતી માહિતી અનુસાર, આજરોજ મળેલી મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અમદાવાદ શહેરના જે વિસ્તારોમાં મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરી ચાલી રહી છે અને જે  વિસ્તારોમાં મેટ્રો પ્રોજેકટની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે જેને લઈને રસ્તાઓ તુટી જવા પામ્યા છે તેને રિપેર કરવાની કામગીરી મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મેટ્રો પ્રોજેકટના અધિકારીઓ વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ અને  જ્યાં પણ મેટ્રોની કામગીરી ચાલી રહી છે એ વિસ્તારોના સર્વિસ રોડ સહિતના રસ્તાઓના સમારકામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાવવામાં આવે એ પ્રકારની મેટ્રો પ્રોજેકટના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી રજુઆત બાદ આ રસ્તાઓના સમારકામ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવાનો નિર્ણય કરવામા આવ્યો હોવાની પણ સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા કરવામા આવી હતી.આ સમારકામનો ખર્ચ મેટ્રો રેલ પ્રોજેકટ દ્વારા આપવામાં આવશે એમ કમિટીના સભ્યોને માહિતી આપવામાં આવી હતી.આ ઉપરાંત અમદાવાદ શહેરમાં દિવાળી પર્વ પસાર થયાને ત્રણ માસ જેટલો સમય પસાર થઈ ગયો હોવા છતાં હજુ સુધી રોડ રિસરફેસ કરવાની કામગીરી ઘણી ધીમી ગતિથી ચાલી રહી હોવાની કમિટીમાં સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવતા કમિટી ચેરમેન દ્વારા રોડ રિસરફેસીંગની કામગીરીને ઝડપથી પુરી કરાવવા તંત્રના અધિકારીઓને સુચના આપી હતી.આ સાથે જ અમદાવાદ શહેરના મોહન સિનેમાવાળા રસ્તાને પહોળો કરવા માટે અડચણરૂપ એવી મિલકતો કે જેમાં બાંધકામોનો પણ સમાવેશ થાય છે.

(10:00 pm IST)