Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

ભીમા કોરેગાંવ ખુબજ દુઃખદ ઘટનાઃ આઝાદીના ૭૦ વર્ષ પછી પણ દલીતો પર અત્યાચાર : હાર્દિક

પાસ સુપ્રીમોએ સુરત કોર્ટમાં રાજદ્રોહના કેસની મુદતમાં હાજરી પુરાવી : ભાજપમાં રોજ કોઈને કોઈ નારાજ થાય છે, ભાજપમાં ખૂબ જ નારાજગી જોવા મળી રહી છેઃ પરેશ ધાનાણી વિરોધ પક્ષના નેતા બને તો એ સારૂ થશેઃ હાર્દિક પટેલ

સુરતઃ પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ સામે સુરતમાં રાજદ્રોહનો કેસ અંતગર્ત,  આજે મુદત હોય હાર્દિક કોર્ટમાં હાજર રહ્યો હતો. દરમિયાન હાર્દિકે ભીમા કોરેગાંવ અંગે જણાવ્યું હતું કે, આ ખૂબ જ દુઃખની વાત છે. દેશ આઝાદ થયાના ૭૦ વર્ષ પછી પણ દલિતો પર અત્યાચાર એ દુઃખની વાત છે.

હાર્દિક પટેલે કોર્ટમાં હાજરી આપ્યા બાદ જણાવ્યું હતું કે, ચૂંટણી બાદ કોર્ટ અને ક્રાઈમ બ્રાન્ચમાં સમયસર હાજર રહ્યો છું. અને સુરતની લાજપોર જેલમાં બંધ આંદોલનકારીઓની મુલાકાતનું આયોજન કર્યું છે. ભાજપના ધારાસભ્યોમાં જોવા મળેલી નારાજગી અંગે જણાવ્યું હતું કે, કોઈ પણની સરકાર હોય ૫૮દ્મક ૬૦ ખાતા હોય છે. ભાજપના ૯૯ ધારાસભ્ય છે. સિનિયરોને ખાતા ફાળવી દેવા જોઈએ. જેથી કોઈ નારાજ ન થાય. રોજ કોઈને કોઈ નારાજ થાય છે ભાજપમાં ખૂબ જ નારાજગી જોવા મળી રહી છે.

કોંગ્રેસના વિરોધપક્ષના નેતાની પસંદગી અંગે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પણ સારી રીતે સમજે છે કે, તમામ સમાજને સાથે રાખી ચાલવાનું હોય છે. કોંગ્રેસને આટલી સીટ મળવા પાછળ પાટીદાર અનામત આંદોલન છે. કોંગ્રેસમાંથી કોઈ યુવા નેતા, લોકોને ગમતો નેતા આવે તો સારી વાત છે. પરેશ ધાનાણી વિરોધ પક્ષના નેતા બને તો એ ખૂબ જ સારું છે.

(4:11 pm IST)