Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

પ્રદેશ ભાજપ કાર્યાલયમાં મોભીઓની બેઠકોનો દોર

રાજકોટ, તા., ૪: ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં આજે સવારથી જિલ્લા પાર્ટી પ્રમુખો, મહામંત્રીઓ, પ્રભારીઓ વગેરેની અલગ-અલગ બેઠકોનો દોર ચાલી રહયો છે. જેમાં નગર પાલીકાની ચૂંટણી, પાર્ટીની વિસ્તારક યોજના, ધારાસભાના પરીણામો, પતંગોત્સવ, સરકારના કાર્યક્રમો વગેરેની ચર્ચા થવાની શકયતા છે. પ્રમુખ જીતુ વાઘાણી માર્ગદર્શન આપી રહયા છે.

(4:03 pm IST)
  • હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST

  • ભારતે લીધો બદલોઃ ૧૦ થી ૧૨ પાકિસ્તાની સૈનિકોને ભારતીય સેનાએ કર્યા ઠારઃ ર પાકિસ્તાની ચોકી પણ ઉડાવી access_time 1:17 pm IST

  • બ્રિટનમાં એલીનોર તોફાન : 160ની ઝડપે પવન ફૂંકાયો : 40 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યાં access_time 8:44 am IST