Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

નવા કપડાં પહેરવાની રીસ રાખીને સામરખામાં મહિલાને ઢોર માર મારતા પોલીસ ફરિયાદ

આણંદ:તાલુકાના સામરખા ગામના શક્તિનગર ચરામાં ગત ૧લી તારીખના રોજ નવા વર્ષને લઈને નવા કપડાં પહેરવાની રીસ રાખીને મહિલાને લાકડાના ડંડાથી માર મારીને ફેક્ચર કરી નાંખતા આ અંગે આણંદ રૂરલ પોલીસે ચાર વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

મળતી વિગતો અનુસાર પહેલી જાન્યુઆરીના રોજ નવા વર્ષનો તહેવાર હોય જયશ્રીબેન સચિનભાઈ પરમારે નવા કપડાં પહેર્યા હતા. દરમ્યાન સાંજના સાડા છ વાગ્યાના સુમારે સંગીતાબેન વિજયભાઈ પરમારે જયશ્રીબેનને જોઈને ગમે તેવી ગાળો બોલવા લાગતાં તેણીએ ગાળો બોલવાની ના પાડી હતી જેથી ઉપરાણુ લઈને વિજયભાઈ ગોરધનભાઈ પરમાર, રાજદિપ ઉર્ફે મોન્ટુ તથા રાજુ લ-મણભાઈ પરમાર આવી ચઢ્યા હતા અને ગાળો બોલીને રાજદિપે પોતાની પાસેના લાકડાના ડંડાથી જયશ્રીબેનને ડાબા પગે, થાપા ઉપર તેમજ ડાબા પગની ઘુંટી ઉપર માર મારતાં ફેક્ચર થઈ જવા પામ્યું હતુ. ત્યારબાદ જાનથી મારી નાંખાની ધમકી આપી હતી.

(3:56 pm IST)