Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

કાકા સાથે આડા સંબંધો રાખનાર સાવલીની રાણીયામાં રહેતી પ્રેમિકાને બે ભત્રીજાએ મોતને ઘાટ ઉતારી

સાવલી:તાલુકાના રાણીયા ગામે મહિલાની હત્યા અને બે લાખ રૂપિયાની રોકડ રકમની લૂંટનો ભેદ ઉકેલવામાં જિલ્લા પોલીસને સફળતા મળી છે. કાકા સાથે આડા સંબંધો રાખનાર આ મહિલાને સમજાવવા છતા તે માનતી નહી હોવાથી બે ભત્રીજાએ ભેગા મળી કાકાની પ્રેમીકાની હત્યા કરી લૂંટનો પ્લોટ ઉભો કર્યો હતો જો કે પોલીસ તપાસમાં સમગ્ર વિગતોનો પર્દાફાશ થતા પોલીસે બંને ભત્રીજાની ધરપકડ કરી હતી. રાણીયા ગામે શૈલી કંપની પાસે રસીકલાલ હરીલાલ શાહની તમાકુની ખરી પર કામ કરતા ચંપાબેન દિનેશભાઇ નાયકને માથાના ભાગે લોખંડના દસ્તાથી ગંભીર ઇજા પહોંચાડી હત્યા કરી જયંતી ગોપસિંહ રાઠવાની જમા પુંજી તરીકે પડેલ રૂ.૨ લાખની લૂંટ કરી અજાણ્યા હત્યારાઓ ફરાર થઇ ગયા હતાં. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે જિલ્લા એલસીબીના પીઆઇ ડી.બી. બારડ તેમજ ટીમ દ્વારા પ્રયાસો હાથ ધરાયા હતાં. જેમાં એવી વિગત બહાર આવી હતી કે જયંતીભાઇ તેમજ તેમની પત્ની કપીલા રાઠવા તમાકુની ખરીમાં છેલ્લા વીસ વર્ષથી દેખરેખ રાખતા હતા અને તેઓની સાથે હત્યાનો ભોગ બનેલી ચંપા પણ ખરીનું કેમ્પસ સાચવતી હોવાથી જયંતીને તેની સાથે લાંબા સમયથી આડા સંબંધો હતાં. જયંતી રાઠવાની પત્ની કપીલાને પણ આ સંબંધોની જાણ હતી જેથી તેણે ભત્રીજા અલ્પેશ પોપટભાઇ રાઠવા તેમજ કમલેશ રાયસીંગભાઇ રાઠવાને આ ચંપાનું કંઇક કરવુ પડશે તેવી વાત કરી હતી. જયંતી કૌટુંબીક લગ્નમાં પણ વતન છોટાઉદેપુરમાં ચંપાને લઇને જતો હતો ત્યારે સંબંધીઓએ પણ તેને સમજાવ્યો હતો પરંતુ તે ચંપાને છોડવા માનતો ન હતો જેથી બંને ભત્રીજાઓએ ચંપાનું કાસળ કાઢવાનું નક્કી કર્યુ હતું. તા.૭ની રાત્રે બંને પાદરાથી બાઇક લઇને રાણીયા ગામે તમાકુની ખરી પર આવ્યા હતા ત્યારે ચંપા એકલીજ હોવાથી બંનેએ ચંપાને સમજાવેલ કે તું જયંતીકાકાને છોડી દે પરંતુ ચંપા માની ન હતી જેથી બંને ઉશ્કેરાયા હતા અને લોખંડના દસ્તાથી માર મારી ગળુ દબાવી ગરદન મરડી નાંખી ચંપાની હત્યા કરી જયંતી રાઠવાના ઘરનું તાળુ તોડી તીજોરીમાંથી રૂ.૨ લાખ રોકડા અને એક મોબાઇલ ફોનની લૂંટ કરી હતી. દરમિયાન એલસીબીએ ચંપાની હત્યા અને લૂંટ કરનાર અલ્પેશ અને કમલેશ બંનેની ધરપકડ કરી હતી અને લૂંટમા ંગયેલી રોકડ રકમ તેમજ બનાવમાં ઉપયોગમાં લેવાયેલ બાઇક અને મોબાઇલફોન પણ કબજે કરાયો હતો.

 

(3:54 pm IST)
  • ગાઢ ધુમ્મ્સને કારણે પંજાબની તમામ સ્કૂલોના સમયમાં ફેરફારઃ સવારે ૧૦ વાગ્યે સ્કૂલ ખુલશે access_time 11:24 am IST

  • બિહારને રણજી ટ્રોફી અને અન્ય રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટોમાં ભાગ લેવા સુપ્રિમ કોર્ટ દ્વારા બીસીસીઆઈને નિર્દેશ access_time 4:22 pm IST

  • ગુજરાતમાં વિપક્ષી નેતા મામલે ચાલી રહેલી ખેચતાણ વચ્ચે આજે અલ્પેશ ઠાકોરે એક નિવેદન આપ્યું હતું કે "હું વિપક્ષના નેતાની રેસમાં નથી, અને પાર્ટી જેને નક્કી કરશે તેને સહકાર આપીશ." access_time 4:05 pm IST