Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

હાર્દિક પટેલ સુરતમાં : કોર્ટ અને પોલીસ મથકમાં હાજરી : જેલમાં બંધ કાર્યકરોને મળશે

રાજકોટ, તા. ૪: પાટીદાર અનામત  આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ આજે સુરતમાં કોર્ટ અને પોલીસ મથકે હાજરી આપી હતી.

ખાસ કન્વીનર હાર્દિક પટેલ રાજદ્રોહ વિરૂદ્ધના કેસમાં આજે સુરત કોર્ટમાં હાજરી આપશે. આ સાથે જ હાર્દિક પટેલ પાસ કાર્યકરો સાથે પણ મુલાકાત કરવાનો છે. ઉપરાંત બપોર બાદ લાજપોર જેલમાં કાર્યકરો સાથે મુલાકાત કરશે. ગુજરાતમાં પાટીદાર સમુદાય માટે અનામતની માંગ કરીને જોરદાર આંદોલન છેડીને દેશભરમાં ખળભળાટ મચાવનાર પાટીદાર નેતા હાર્દિક પટેલ સામે પોલીસે રાજદ્રોહનો કેસ દાખલ કર્યો હતો. સુરતના પાટીદાર યુવાન વિપુલ દેસાઇને હાર્દિક પટેલે વિવાદિત સલાહ આપી હતી.  જેના કારણે હાર્દિક પટેલ વિરૂદ્ધ રાજદ્રોહનો કેસ કરવામાં આવ્યો હતો.

(11:33 am IST)
  • હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST

  • બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ સહિતના 16 આરોપીઓને આજે ચારા કૌભાંડના કેસમાં સજા ફટકારવામાં આવવાની હતી, પરંતુ હવે તેમની સજા કાલે જાહેર કરવામાં આવશે એમ જાણવા મળી રહ્યું છે. access_time 3:43 pm IST

  • વિધાનસભાના વિરોધપક્ષના નેતા તરીકે અમરેલીના યુવા ધારાસભ્ય પરેશ ધાનાણી લગભગ નક્કીઃ કોંગ્રેસના વિજેતા ધારાસભ્યો દ્વારા પરેશ ધાનાણીની પસંદગી? access_time 5:29 pm IST