Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

મહારાષ્‍ટ્રની હિંસક ઘટનાનો ગુજરાતમાં પડઘો : પોલીસ તંત્ર હાઇએલર્ટ પર મુકાયું : ગૃહમંત્રી એ ટોચના પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી : હિંસક ઘટનાઓ રોકવા સતત પેટ્રોલીંગ

રાજકોટ : પુના અને મુંબઇ સહીત મહારાષ્‍ટ્રના વિવિધ શહેરોમાં શરૂ થયેલ આંદોલન દરમિયાન બનેલી હિંસક ઘટનાઓનો પડઘો સાઉથ ગુજરાતના  સુરત, ઉધના વગેરે સાથે સૌરાષ્‍ટ્ર સુધી પડતા જ પોલીસ તંત્ર ચૌકી ઉઠયું છે. ગાંધીનગરના આદેશ અનુસાર પોલીસતંત્રને હાઇએલર્ટ પર મુકી દેવાયાનું પણ સૂત્રો જણાવી રહયા છે.

ટોચના સૂત્રોમાંથી સાપડતા નિર્દેશ મુજબ રાજયકક્ષાના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સીનીયર કક્ષાના ઉચ્‍ચ પોલીસ અધિકારીઓની બેઠક યોજી હતી. ઉકત બેઠકમાં હિંસક ઘટનાઓ રોકવા સાથે સરકારી માલ મિલ્‍કત  તથા લોકોના જાનમાલના રક્ષણ માટે એલર્ટ રહેવા આદેશ આપ્‍યા હતા. ઉકત બેઠકમાં ઉચ્‍ચ અધિકારીઓના માર્ગદર્શનમાં સતત પેટ્રોલીંગ કરવા માટે પણ સુચવાયું હતું.

 

(10:07 pm IST)