Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

ભાજપમાં નારાજગીનો દૌર યથાવત હવે જેઠાભાઇ ભરવાડ નારાજ ?

રાજકોટ તા. ૩ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ બીજી વખત સતાનું સુકાન સંભાળ્યા બાદ ભાજપ સરકાર સામે સંકટના વાદળો વિખેરાવાનું નામ લેતા નથી નિતીનભાઇ પટેલ, પરષોતમભાઇ સોલંકી બાદ હવે જેઠાભાઇ ભરવાડ નારાજ થયાનું ખાનગી ન્યુઝ ચેનલે ધડાકો કરતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.

ભાજપમા મંત્રી પદ મેળવવાને લઇને નારાજગીનો દૌર યથાવત રહયો છે. નિતીનભાઇ પટેલ, પરષોતમભાઇ સોલંકી બાદ હવે શહેરાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડે પણ નારાજગી નોંધાવી છે. જો કે આ વાતને સતાવાર સમર્થન મળતુ નથી.

પાંચ ટર્મથી ચૂંટાવા છતાં મંત્રીપદ ન મળતા જેઠાભાઇ ભરવાડ નારાજ થયા હતા અને શહેરા ભાજપ કાર્યાલય ખાતે આવી કાર્યકરોએ આ મામલે રોષ ઠાલવ્યો હતો. નોંધનીય છે કે જેઠાભાઇ ભરવાડ પંચામૃત ડેરીના ચેરમેન પણ છે.

(8:04 pm IST)
  • જમ્મુ અને કાશ્મીરના આરએસ પુરા સેક્ટરના અર્નિયા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) દ્વારા એક ઘૂસણખોરને ઠાર કરાયો છે. access_time 9:52 am IST

  • દિલ્હીના રોહિણી વિસ્તારમાંથી 1 કરોડના ડ્રગ્સ સાથે 1 શખ્શની કરાઈ ધરપકડ. access_time 10:53 am IST

  • હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST