Gujarati News

Gujarati News

News of Sunday, 3rd December 2023

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ જિલ્લાના પ્રમુખ તરીકે નારણભાઈ પટેલ અને મહામંત્રી તરીકે વિજય પટેલની નિમણુંક કરાઇ

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સામાજિક સંગઠન પદભાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સંસ્થાના પ્રમુખ આર.પી પટેલ, સંગઠનના ચેરમેન ડી.એન. ગોલ અને કો- ચેરમેન પ્રવિણભાઈ પટેલના વરદ્ હસ્તે અમદાવાદ જિલ્લાના પ્રમુખ તરીકે નારણભાઈ માવજીભાઈ પટેલ અને મહામંત્રી તરીકે વિજય ભરતભાઈ પટેલની નિમણુંક કરવામાં આવી હતી. અમદાવાદ જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ અને મહામંત્રીને રૂબરૂ, મોબાઈલ અને સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક લોકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે

 

(9:59 pm IST)