Gujarati News

Gujarati News

News of Sunday, 3rd December 2023

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રભારી રઘુ શર્માની રાજસ્થાનમાં હાર :7542 મતોથી ભાજપ ઉમેદવાર શત્રુઘ્નનો વિજય

ગુજરાત કોંગ્રેસનાં પૂર્વ પ્રભારી રઘુ શર્મા રાજસ્થાનમાં કેકરી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. આજે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીનાં પરિણામ જાહેર થતા કેકરી બેઠક પરથી 7542 મતોથી રઘુ શર્માની હાર થઈ હતી. જ્યારે ભાજપનાં શત્રૂધ્ર ગૌતમની કેકરી બેઠક પરથી જીત મેળવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારમાં ગયેલા કોગ્રેસનાં નેતાઓ જ રઘુ શર્માને હરાવવા માટે મેદાને પડ્યા હતા. 

ગુજરાત કોંગ્રેસનાં પૂર્વ પ્રભારીને હરાવવા માટે કોંગ્રેસનાં જ નેતાઓ મેદાને પડ્યા છે.  રઘુ શર્માને હરાવવા ગુજરાત કોંગ્રસના નેતાઓ રાજસ્થાન જશે. રઘુ શર્મા પર બાયડનાં પૂર્વ ધારાસભ્ય દ્વારા આક્ષેપ કર્યો છે કે  ગુજરાત ચૂંટણી દરમ્યાન રઘુ શર્મા અને જગદીશ ઠાકોરે સોદો કર્યો હતો. બંને નેતાઓએ રૂપિયા લઈને કોંગ્રેસનો સોદો કર્યો હતો. મારી ટિકિટ કાપીને રઘુ શર્માએ સોદેબાજી કરી હતી. ગુજરાતમાં કોંગ્રેસને હરાવનારાને રાજસ્થાનમાં હરાવવાનાં પ્રયાસ થઈ રહ્યો છે. ગુજરાતમાંથી અનેક નેતાઓ રાજસ્થાન જઈ રહ્યા હોવાનો જશુભાઈએ દાવો કર્યો હતો. 

 

(9:48 pm IST)