Gujarati News

Gujarati News

News of Sunday, 3rd December 2023

દરેક રાજ્ય એક ભારત શ્રેષ્ઠ ભારત તરફ આગળ વધે એ માટે પ્રયત્ન :ડબલ એન્જીનની સરકારનો દરેકને લાભ મળશે: ભુપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રીએ કહ્યું - વડાપ્રધાનની વિકાસની રાજનીતી, ગેરંટી અને ભારતીય જનતા પાર્ટી ઉપરનો વિશ્વાસને કારણે પ્રજાએ ભાજપને વિજયી બનાવી

અમદાવાદ : દેશના ત્રણ રાજ્યોમાં ભાજપની ભવ્ય જીતને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે કહ્યું હતું કે, આજે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. વડાપ્રધાનની વિકાસની રાજનીતી, ગેરંટી અને ભારતીય જનતા પાર્ટી ઉપરનો વિશ્વાસ તેમજ બધા સુખ, શાંતિ અને સમૃદ્ધિથી આગળ વધે તે માટે આજે પ્રજાજનોએ ભારતીય જનતા પાર્ટીને વોટ આપી વિજયી બનાવી છે. અને વડાપ્રધાને જે વિકાસની રાજનીતી શરૂ કરી છે. તે દરેક રાજ્યમાં પણ ડબલ એન્જીન સરકારનો લાભ મળે અને દરેકે દરેક રાજ્ય એક ભારત શ્રેષ્ઠ ભારત તરફ આગળ વધેએ માટે પ્રયત્ન થશે. ડબલ એન્જીનની સરકારનો દરેકને લાભ મળશે. 

 

(9:43 pm IST)