Gujarati News

Gujarati News

News of Sunday, 3rd December 2023

ભાજપની ત્રણ રાજ્યોમાં જીત:અમદાવાદ ખાનપુર કાર્યાલય ખાતે મોં મીઠું કરાવી ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવાયો

ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જોડાયા:કાર્યકરો દ્વારા એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું:ત્રણ રાજ્યમાં ભવ્ય જીત બાદ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ

અમદાવાદ : દેશના ત્રણ  રાજ્યોમાં ભાજપની જીતને લઈ દેશ ભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના ખાનપુર ખાતેના ભાજપ કાર્યાલય પર ભાજપે જીતની ઉજવણી કરી છે. જે ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ પણ જોડાયા છે. કાર્યકરો દ્વારા એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું. ત્રણ રાજ્યમાં ભવ્ય જીત બાદ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો

   આ ભવ્ય જીતને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે કહ્યું હતું કે, આજે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. વડાપ્રધાનની વિકાસની રાજનીતી, ગેરંટી અને ભારતીય જનતા પાર્ટી ઉપરનો વિશ્વાસ તેમજ બધા સુખ, શાંતિ અને સમૃદ્ધિથી આગળ વધે તે માટે આજે પ્રજાજનોએ ભારતીય જનતા પાર્ટીને વોટ આપી વિજયી બનાવી છે. અને વડાપ્રધાને જે વિકાસની રાજનીતી શરૂ કરી છે. તે દરેક રાજ્યમાં પણ ડબલ એન્જીન સરકારનો લાભ મળે અને દરેકે દરેક રાજ્ય એક ભારત શ્રેષ્ઠ ભારત તરફ આગળ વધેએ માટે પ્રયત્ન થશે. ડબલ એન્જીનની સરકારનો દરેકને લાભ મળશે.  હતો.

 

(9:41 pm IST)