Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

બીજા તબ્બ્કાની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે ભૂપેન્દ્ર્ભઇ પટેલે અમદાવાદના ચેનપુરથી ઓગણજ ગામ સુધી રોડ-શો યોજીને લોકસંપર્ક કર્યો

લોકો સાથે સંવાદ કર્યો: કાર્યકર્તાઑ પાસેથી ભેટ સ્વીકારી

અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં બીજા તબક્કાના પ્રચારનો આજે અંતિમ દિવસ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં રોડ શો કરી રહ્યા છે. આ રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા છે. અમદાવાદના ચેનપુરથી ઓગણજ ગામ સુધી મુખ્યમંત્રીનો રોડ શો યોજાઇ રહ્યો છે.

મુખ્યમંત્રીનો રોડ શો બુટભવાની મંદિર ચેનપુરથી પ્રારંભ થયો હતો અને વીરસાવરકર હાઇટ્સ ગોતા સુધી રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. મુખ્યમંત્રીએ રોડ શો દરમિયાન કાર્યકરોને પ્રેમથી મળ્યા હતા અને સંવાદ કર્યો હતો અને મત આપવાની અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ આ દરમિયાન કાર્યકર્તાઓ પાસેથી ભેટનો સ્વીકાર પણ કર્યો હતો.

બીજા તબક્કાના પ્રચારનો આજે અંતિમ દિવસ

વિધાનસભા ચૂંટણી 2022ના બીજા તબક્કા માટે આજે પ્રચારનો અંતિમ દિવસ છે.આજે સાંજે 5 વાગ્યે પ્રચાર પડઘમ શાંત થઇ જશે. બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બર સોમવારે 14 જિલ્લાની 93 બેઠક પર યોજાશે. જ્યારે ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક પર કુલ 833 ઉમેદવાર મેદાનમાં છે. અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠકમાં 249 ઉમેદવાર મેદાનમાં છે.

(7:58 pm IST)