Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

કલોલ તાલુકાના છત્રાલ હાઇવે નજીક રસ્તો ઓળંગતા વૃદ્ધને ટ્રક ચાલકે ટક્કર મારતા સારવાર દરમ્યાન મૃત્યુ

કલોલ :  કલોલ તાલુકાના છત્રાલ હાઈવે ઉપર ઘોઘાપરા કટ પાસે રોડ ઓળંગી રહેલા વૃદ્ધને ટ્રક ચાલકે  ટક્કર મારી હતી આ અકસ્માતમાં રોડ ઓળંગતા વૃદ્ધને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી તેમનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત્યું થયું હતું બનાવ અંગે પોલીસે ફરાર થઈ ગયેલા ટ્રકના ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે

કલોલ તાલુકાના છત્રાલ ગામે ઠાકોર વાસમાં રહેતા ફતાજી શિવાજી ઠાકોર હાઇવે ઓળંગી રહ્યા હતા ત્યારે પૂરપાટ નીકળેલ ટ્રક નંબર ય્વ ૩૧ ્ ૧૧૬૯ ના ચાલકે તેમને ટક્કર મારી હતી જેથી તેમને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં હોસ્પિટલમાં તેમનું મોત નીપજ્યું હતુંઆ બનાવ અંગે પોલીસે અકસ્માત  મોતની ફરિયાદ દાખલ  કરીને ફરાર થઈ ગયેલા ટ્રકના ચાલક સામે ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.

(5:30 pm IST)