Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં મતદાન કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં મોબાઇલ સહિતના આધુનિક સંદેશા વ્યવહારના સાધનો પર પ્રતિબંધ

મોબાઇલ ફોન, કોડલેસ ફોન, પેજર, વોકીટોકી, વાયરલેસ સેટ વિ. જેવા આધુનિક સંદેશા વ્યવહારના સાધનોના લઇ જવા કે તેના ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : ભારતના ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની જાહેરાત થયેલ હોઇ આદર્શ આચાર સંહિતા અમલી બની છે. તે મુજબ અમદાવાદ જિલ્લામાં ચૂંટણી માટે મતદાન તા.૦૫/૧૨/૨૦૧૨ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા.૦૮/૧૨/૨૦૨૨ના રોજ હાથ ધરાનાર છે. તેમજ  આ ચૂંટણીની તમામ પ્રક્રિયા તા.૧૦/૧૨/૨૦૨૨ના રોજ પુરી થનાર છે. મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ, મુક્ત અને નિષ્પ ક્ષ રીતે મતદાન થાય અને મતદારો શાંતિપૂર્વક કોઇપણ ત્રાસ કે અવરોધ વિના પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી મતદાન મથકો અંદર અને તેના ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં શાંતિ જળવાઇ રહે તે હેતુથી મતદાન મથકની અંદર મતદાન કરવા આવતા મતદારો પોતાની પાસે મોબાઇલ ફોન, કોડલેસ ફોન, પેજર, વોકીટોકી, વાયરલેસ સેટ વિ. જેવા આધુનિક સંદેશા વ્યવહારના સાધનો ન લઇ શકે અને તેનો ઉપયોગ ન કરી શકે તે હેતુથી નિયંત્રણ મુકવુ જરૂરી જણાય છે. 

            ધવલ પટેલ (આઇ.એ.એસ) જિલ્લા મેજીસ્ટ્રેટ, અમદાવાદને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ થી મળેલ સત્તાની રૂએ ચૂંટણી સંદર્ભે અમદાવાદ જિલ્લાના તમામ મતદાન મથકોની અંદર કે તેના ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઇપણ વ્યક્તિ  તા.૦૫/૧૨/૨૦૨૨ના રોજ મતદાનના સમયે (મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી) દરમ્યાન  મોબાઇલ ફોન, કોડલેસ ફોન, પેજર, વોકીટોકી, વાયરલેસ સેટ વિ. જેવા આધુનિક સંદેશા વ્યવહારના સાધનોના લઇ જવા કે તેના ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. પ્રિસાઇડીંગ ઓફીસર સ્વીચ ઓફ મોડમાં અને જ્યાં માઇક્રો ઓબ્ઝર્વરની નિમણુંક થયેલ છે ત્યાં માઇક્રો આોબ્ઝર્વર સાયલન્ટ મોડમાં મોબાઇલ ફોન રાખી શકશે. આ આદેશનો ભંગ કરનાર વ્યક્તિને ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ હેઠળ સજાને પાત્ર થશે.

(5:50 pm IST)