Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

ભારતીય જનતા પાર્ટી સાણંદ શહેર યુવા મોરચાની પરિચય બેઠક યોજાઈ

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :  અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરમાં યુવા મોરચાની પરિચય બેઠક યોજાઈ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ જિલ્લા યુવા મોરચા પ્રભારી  શેલેશભાઈ નાઈ અમદાવાદ જિલ્લા યુવા મોરચા પ્રમુખ રણધીરસિંહ પઠેરીયા અધ્યક્ષ સ્થાને રહ્યા હતા. આ બેઠકમાં આગામી કાર્યક્રમની રૂપરેખા બનાવવામાં આવી હતી. આ બેઠકમાં સાણંદ શહેર પ્રમુખ  કમલેશભાઈ વ્યાસ સાણંદ શહેર મહામંત્રી નિખીલભાઈ પટેલ  અમદાવાદ જિલ્લા મહામંત્રી પ્રતિકભાઈ પટેલ,અમદાવાદ જિલ્લા મહામંત્રી  હસુભાઈ કો પટેલ કેયુરભાઈ શાહ,સાણંદ ઝોન પ્રભારી  જયદીપસિંહ ચુડાસમા, સાણંદ શહેર યુવા મોરચા પ્રભારી ચેહુભા સોલંકી, સહ પ્રભારી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદ જિલ્લા કારોબારી સભ્ય  પ્રદીપભાઈ સોલંકી સાથે સાણંદ શહેર યુવા મોરચાની ટીમ અને કારોબારીની ટીમ ઉપસ્થિત રહી હતી. (તસવીર : ચિરાગ પટેલ - સાણંદ)

(8:56 pm IST)