Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

ગુજરાતના ૭૦ લાખ ગરીબ પરિવારોને ૧૬મીથી વિનામૂલ્યે ઘઉં-ચોખા વિતરણ

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની મુદત માર્ચ સુધી લંબાવાઈ

રાજકોટ, તા. ૩ :. ભારત સરકાર દ્વારા કોરોનાની મહામારીને અનુલક્ષીને ગયા મે મહિનાથી ગરીબો માટે અમલમાં મુકવામાં આવેલ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની મુદત માર્ચ ૨૦૨૨ સુધી લંબાવવામાં આવી છે. દેશ વ્યાપી આ યોજનાનો લાભ ગુજરાતના ૭૦ લાખ જેટલા રેશનકાર્ડ ધારક ગરીબ પરિવારોને મળનાર છે.

યોજના અંતર્ગત વ્યકિતદીઠ સાડા ત્રણ કિલો ઘઉં અને દોઢ કિલો ચોખા વિનામૂલ્યે આપવામાં આવે છે. કુલ લાભાર્થીઓની સંખ્યા ૩.૪૫ કરોડ જેટલી થાય છે.

રાજ્ય સરકાર દ્વારા હાલ રાબેતા મુજબનુ રાહત દરનું વિતરણ ચાલી રહ્યુ છે. ૧૬ ડીસેમ્બરથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત વ્યકિતદીઠ પાંચ-પાંચ કિલો અનાજ વિનામૂલ્યે આપવામાં આવશે.

 વિતરણનું સમયપત્રક રાબેતા મુજબ રહેશે.

(3:35 pm IST)