Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

કલર્સ ગુજરાતી દ્વારા ''વોચ એન્ડ વિન'' સ્પર્ધાના વિજેતાઓને ૧ તોલા સોનુ

અમદાવાદઃગુજરાતની એકમાત્ર એન્ટરટેનમેન્ટ ચેનલ કલર્સ ગુજરાતીએ ઓડિયન્સ એંગેજમેન્ટ પ્રવૃત્તિના ભાગરૂપે  તાજેતરમાં યોજાયેલી ''વોચ એન્ડ વિન સ્પર્ધાના વિજેતાઓને તાજેતરમાં શરૂ થયેલા શો'' 'મોટીબાની નાનુ વહુ'ના સેટ પર બોલાવી તેમને સીરિયલના કલાકારો સાથે મેળવ્યા હતા.'મોટીબાની નાની વહુ'ના સેટ પર વિજેતાઓ સેલેબ્રીટીઝને મળીને આનંદિત થઈ ગયા હતા. તેઓને તેમના પ્રિય કલાકાર શ્રી ફિરોઝ ઈરાનીને રૂબરૂ મળવાની આ તક કલર્સ ગુજરાતી તરફથી આપવામાં આવી હતી. વિજેતાઓની સીરિયલના કલાકારો સાથેની ''ચા પર ચર્ચા'' ખૂબ જ મજેદાર રહી હતી.(તસ્વીરઃ કેતન ખત્રી)

(2:55 pm IST)