Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના ડી માર્ટને પેકેટો પર જરૂરી નિર્દેશનો નહિ દર્શાવતા 90 હજારનો દંડ ફટકારાયો

ફરિયાદોના પગલે ગ્રાહક સુરક્ષા અને નિયંત્રક કાનુની માપ વિજ્ઞાનની ટીમની મોટી કાર્યવાહી

અમદાવાદ :શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલ ડી માર્ટને ગ્રાહક સુરક્ષા અને નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા 90 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. વેચાણ માટે રાખેલા પેકેટ પર ધી લીગલ મેટ્રો એકટ – 2009 તથા પેકેજડ કોમોડિટીઝ રૂલ્સ 2011 મુજબના જરૂરી નિર્દેશનો નહિ દર્શાવવા બાબતે ગ્રાહકોને છેતરવાની ફરિયાદ મળી હતી. જેના પગલે વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં તથ્ય જણાતા એકમ પાસેથી 90 હજાર રૂપિયા માંડવાળ ફી વસુલ કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, કચેરી ખાતે વર્ષ 2020-21 દરમિયાન કુલ 150 ફરિયાદો મળેલ જેમાંથી 143 ફરિયાદોનો ઉકેલ થયેલ છે. 1,79,676 સ્થળોએ તપાસ કરીને 30, 72, 83, 932 રૂપિયા મુદ્રાકન તથા માંડવાળ ફી વસુલ કરવામાં આવી હતી. જ્યારે 9,744 સામે પ્રોસિક્યુશન કેસ કરવામાં આવ્યા છે.

તે જ રીતે 2021-22માં એટલે કે એપ્રિલ 2021થી સપ્ટેમ્બર 2021 સુધીમાં 72, 738 વેપારી એકમો પર તપાસ કરીને 13,86,14,461 મુદ્રાકન અને માંડવાળ ફી વસુલ કરવામાં આવી છે. જ્યારે 3338 સામે પ્રોસિક્યુશન કેસ કરવામાં આવ્યા છે.

(10:25 pm IST)