Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

રાજપીપળા રુદ્ર લોક સેવા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ વ્યક્તિને બ્લડ ડોનટ કરી માનવતા મહેકાવી

રુદ્ર લોક સેવા ગ્રુપના સતીષ વસાવાએ હોસ્પિટલમાં દાખલ જગદીશ વસાવાને ઈમરજન્સીમાં એક યુનિટ બ્લડ ડોનેટ કરી માનવતા ભરીયું કાર્ય કરી માનવતા મહેકાવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નમૅદા જિલ્લાના રાજપીપલા ખાતેની હોસ્પિટલમાં દાખલ  હજરપરા ગામના જગદીશભાઈ વસાવાને ઈમરજન્સીના સમયે એક યુનિટી બ્લડની જરૂર પડી હતી જેથી બ્લડ માટે રુદ્ર લોક સેવા ગ્રુપ માનવતાની મદદ માટે આગળ આવ્યું હતું અને હોસ્પિટલમાં દાખલ જગદીશ વસાવાને તાત્કાલિક બ્લડની વ્યવસ્થા કરી આપવા આવી હતી    

 જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવા માટે રુદ્ર લોકસેવા ગ્રુપના ભદામના સતીષ વસાવા એ એક યુનિટી બ્લડ આપી દર્દીને જીવતદાન આપ્યું હતું આમ રુદ્ર લોક સેવા ગ્રુપની સરાહનીય સેવા કામગીરી કરવા બદલ દર્દીના પરીવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.

(10:39 pm IST)
  • બાંધકામ માટે ઓનલાઇન મંજૂરી સેવાનો પ્રારંભ કરાવતા વિજયભાઈ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઓનલાઇન મંજૂરી સીસ્ટમ્સનો પ્રારંભ કરાવ્યો છે. રાજયમાં બાંધકામ માટે હવે ઓનલાઇન મંજૂરી મળશે. ઓનલાઇન ડેવલપમેન્ટ પરમીશન સીસ્ટમ ૨.૦ શરુ કરવામાં આવી છે. access_time 1:55 pm IST

  • " પદ્મ વિભૂષણ " પુરસ્કાર પરત : કૃષિ બિલના વિરોધમાં પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંઘ બાદલે " પદ્મ વિભૂષણ " પુરસ્કાર પરત કર્યો : દેશનું બીજા નંબરનું સર્વોચ્ચ સન્માન પરત સોંપી દીધું : સરકારે ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યાનો આક્ષેપ access_time 2:04 pm IST

  • વિશ્વભરમાં બનાવટી કોરોના વેક્સીનના વેચાણનું ષડયંત્ર : ઈન્ટરપોલે વિશ્વભરના દેશોને ચેતવણી આપી છે કે ક્રિમીનલ નેટવર્ક ઈન્ટરનેટ દ્વારા અને બજારોમાં બનાવટી કોરોના વેક્સીનનું વેચાણ કરવા પ્રયાસો કરી રહી છે જેની સામે સૌ સાવધ રહે access_time 4:05 pm IST