Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

રાજસ્થાનના કુખ્યાત અરવિંદ બિકા ગેંગના બે સાગરીતોને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા

બે વર્ષ અગાઉ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પર ફાયરિંગ કર્યું હતું

સુરત : સુરત ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના કુખ્યાત અરવિંદ બિકા ગેંગના બે સાગરીતોને દબોચી લીધા છે બે વર્ષ અગાઉ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ઉપર ફાયરિંગ કરનાર કુખ્યાત અરવિંદ બિકા ગેંગના બે સાગરીતોને સુરત ક્રાઇમ બ્રાન્ચે તેઓની પાસેથી 2 લોડેડ પીસ્ટલ તથા 3 જીવતા કારતૂસ કબ્જે કર્યા છે. બંનેની હથિયારો બતાવી  હીરાની લુંટ તથા ઘરફોડ ચોરી તેમજ રાજસ્થાનના આર્મસ એકટના ગુનામાં ધરપકડ કરી છે.

ઉદ્યોગ નગરી સુરત હંમેશા ગુનેગારો માટે મહત્વની રહી છે, અનેક ગુનેગારો સુરતમાં આવી ગુનાની ઘટનાઓને અંજામ આપતાં હતાં. ત્યારે હથિયારો સાથે લૂંટ અને ફાયરિંગ ઘરફોડ ચોરી કરનાર તેમજ બે વર્ષ અગાઉ અમદાવાદ ક્રાઇમબ્રાંચ ઉપર ફાયરીંગ કરનાર રાજસ્થાનના કુખ્યાત અરવિંદ બિકા ગેંગના બે સાગરીતોને 2 લોડેડ પીસ્ટલ તથા 3 જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યા છે. ક્રાઇમ બ્રાન્ચના એસીપી આર આર સરવૈયાએ જણાવ્યું હતું કે મહિધરપુરા ખાતેના હીરાના ઓફીસમાં હથિયારો બતાવી  હીરાની લુંટ તથા ઘરફોડ ચોરી તેમજ રાજસ્થાનના આર્મસ એકટના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને સુરત શહેર ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યા છે.

સુરત શહેરમાં બનતા અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવાની દિશામાં વર્કઆઉટ કરી રહેલી સુરત શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચને મળેલી આધારભુત બાતમીને આધારે લાલા દરવાજા જીલાણી બ્રીજ જતા જાહેર રોડ ઉપર નવાબ સાહેબની મજીદ પાસે જાહેર રોડ પરથી ગોવર્ધનસિંહ ઉર્ફે પિન્ટુસિંહ રાવણા રાજપૂત જે અનેક ગુનામાં સંડોવાયેલો છે તે આવવાનો છે, જેને આધારે તેની એક લોડેડ દેશી પીસ્ટલ તથા બે જીવતા કાર્ટીઝ સાથે તેની ધરપકડ કરવામાં આવી હતી

 

પિન્ટુસિંહ રાવણા રાજપૂતની સાથે વનેસિંહ દુર્જનસિંહ રાજપુત પણ હતો, તેની પાસે પણ એક દેશી બનાવટની લોડેડ પીસ્ટલ તથા એક જીવતો કાર્ટીઝ મળી આવ્યો હતો. બન્નેની વિરુદ્ધમાં ડીસીબી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. બન્ને આરોપીઓની પુછપરછ કરતા તેઓ કોઇ ગુનો કરવાના ઇરાદે પિસ્ટલ જેવા હથિયારો લઈ સુરત શહેરમાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.

વધુ પુછપરછમાં આરોપી પિન્ટુસિંહે જણાવ્યું હતું કે તેણે પોતે પોતાના ગેંગનાં સાગરીત અમરસિંહ ઉર્ફે અમ્મુ ભીમસિંહ રાજપુત તથા બીજા સાથે મળી મહીધરપુર સુમુલડેરી રોડ ખાતેના બંગ્લામાંથી અગાઉ ઘરફોડ ચોરીનો ગુનો કરેલ છે, તેમજ રાજસ્થાન ખાતેના પિંડવાડા પોલીસ સ્ટેશનમાં પોતે પોતાના સાગરીત દેવીસિંહની સાથે મળી પિસ્ટલ વેચાણ કરવા જતા પોલીસે વોચ ગોઠવી પકડી પાડવાનો પ્રયત્ન કરેલ, જે ગુનામાં દેવીસિંહ હથિયારો સાથે પકડાઇ જતા પોતે પોતાના સાગરીત જગદીશ સાથે ત્યાથી નાશી ગયો હતો, તેમજ અન્ય આરોપી વનેસિંહ દુર્જનસિંહ રાજપુતની પુછપરછમાં તેણે કબુલાત કરેલ છે કે તે પોતે જસવંતસિંહ ઉર્ફે જયવીરસિંહ સાથે સુરતના મહીધરપુરા ખાતેના હીરાને ઓફીસમાં લુટ કરવાના ઇરાદે સુરત ખાતે આવી ગુનાને અંજામ આપ્યો હતો.

ગોવર્ધનસિંહ ઉર્ફે પિન્ટુસિંહ રાવણા રાજપુતે ત્રણ ગુનામાં પોતાની સંડોવણી કબૂલી હતી, જેમાં સુરતના મહીધરપુરા, રાજસ્થાનના પિણ્ડવાડા પોલીસ સ્ટેશન સુરત ક્રાઇમ બ્રાન્ચનો સમાવેશ થાય છે. જ્યારે વનેસિંહે મહિધરપુરા અને ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયેલા ગુનાની કબૂલાત કરી હતી.

એસીપી સરવૈયાએ વધુમાં જણાવ્યું હતું કે પકડાયેલા આરોપીઓ રાજસ્થાનની કુખ્યાત અરવિંદ બિકા ગેંગ માટે કામ કરી રહ્યા છે, આ ગેંગમાં 100થી વધુ ગુનેગારો જોડાયેલા છે, જે ગુજરાત, રાજસ્થાન સહિતના રાજ્યોમાં ગુનાઓને અંજામ આપી રહ્યા છે, ઘાતક હથિયારો સાથે ફરતાં આ ગેંગના સાગરીતો પોલીસ પર હુમલો કરતાં પણ ખચકાતા નથી. અમદાવાદમાં પણ આ ગેંગના સાગરીતોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. બેંગ્લોરમાં એક કરોડની ઘરફોડ ચોરી કરી હતી. અગાઉ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આનંદપાલ ગેંગ સાથે આ તમામ આરોપીઓ જોડાયેલા છે. અન્ય રાજ્યોની પોલીસને પણ આ ગેંગની માહિતી મોકલવામાં આવી છે

(8:52 pm IST)