Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

અમદાવાદની આત્મનિર્ભર કેફેમાં મોડી રાત્રે ચોરી થઈ

કોરોના કાળમાં શિયાળામાં ચોરોનો હાથ ફેરો : કેફેના કેશ કાઉન્ટરથી રોકડા રૂપિયાની ચોરી થતા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તપાસ શરૂ કરી થઈ

અમદાવાદ,તા.૩ : શહેરના એઆજી હાઇવે પર આવેલા આત્મનિર્ભર કેફેમાં  ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. કેફેના કેશ કાઉન્ટરમાંથી રોકડા રૂપિયાની ચોરી થતા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. કોરોનાની મહામારી સમયે લોકો આત્મનિર્ભર બને તેવુ મોદી સરકારે હાકલ કરી હતી. આ જ નામ પરથી એક કેફે એસજી હાઈવે પર શરૂ થયું હતું. આત્મનિર્ભર નામના આ કેફેમાં હવે ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. હાંસોલમાં રહેતા ગિરીશ ભાઈ ટેકવાણી રાજપથ કલબ સામે આત્મનિર્ભર નામનું કેફે ધરાવે છે. ગત ૧૯મી નવેમ્બરના રોજ ગિરીશ ભાઈ તથા તેમનો સાળો રાત્રે બાર વાગ્યે કેફે બંધ કરી કારીગરને ચાવી આપીને ગયા હતા. બીજે દિવસે સવારે કારીગરે દૂધ લાવવા ડ્રોઅર ખોલ્યું તો તેમાં બે હજાર રોકડા અને મોબાઈલ ફોન ગાયબ હતા. જેથી તપાસ કરી પણ કઈ મળ્યું ન હતું. જેથી ચોરી થઈ હોવાની શંકાના આધારે ગિરિશભાઈને કારીગરે જાણ કરી હતી.

            બાદમાં તપાસ કરી તો, રાત્રે ત્રણેક વાગ્યે એક શખશ ત્યાં આવતો નજરે પડે છે પણ તે કેફેમાં જતો નથી દેખાતો. જેથી હવે અંદરના જ કોઈ કારીગરે ચોરી કર્યાની શંકાના આધારે વસ્ત્રાપુર પોલીસે તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં ગત સપ્ટેમ્બર માસમાં પણ એક હાઇટેક ચોરીનો બનાવ સામે આવ્યો હતો. તમારે તે પણ જાણવો જોઇએ. અમદાવાદ સહિત રાજ્યભરમાંથી મર્સિડિસ, ફોર્ચ્યુનર, સ્કોર્પિયો સહિતની વૈભવી કારની ચોરી કરતો અને એમબીએ થયેલા ચોરને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. આ ચોર ગાડીના સર્વિસ સ્ટેશનમાં જઈને ગાર્ડની નજર ચૂકવી કારની ચાવી ચોરી લેતો હતો અને તે ગાડીમાં જીપીઆરએસ લગાવી દેતો હતો. જીપીઆરએસ લગાવ્યા બાદ તે ગાડીમાં બેસી કી - ડેટા સ્કેનરમાં ચાવી સ્કેન કરતો અને કી - કટિંગ મશીનમાં બ્લેક્ન ચાવી નાખીને તે ગાડીની ડુપ્લિકેટ ચાવી બનાવતો હતો. ત્યારબાદ જીપીઆરએસથી તે ગાડીનું લોકેશન મેળવીને ગમે ત્યાંથી ગાડી ચોરી જતો હતો.

(7:23 pm IST)