Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

વડોદરા: નંદેસરી વિસ્તારમાં યુવક સાથે પ્રેમલગ્ન કરનાર યુવતી પર ચાર મહિનામાં ત્રાસ ગુજારનાર સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરના નંદેસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા યુવક સાથે  પ્રેમલગ્ન કરનાર યુવતી પર ચાર મહિનામાં ત્રાસ ગુજારવાનું શરૃ થતાં તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પરિણીતાએ તેના પતિ અનિરૃધ્ધસિંહ તેમજ સાસુ,સસરા અને કાકા સસરાના પુત્ર સામે નોંધાવેલી ફરિયાદમાં કહ્યું છે કે,લગ્નના ચાર મહિના બાદ પતિ અને સાસરીવાળા ત્રાસ ગુજારતા હતા.

તું અમારા ઘરમાં ઘૂસી આવી છે..તેમ કહી સાસરીયાંઓ મને ગાળો ભાંડતા હતા.જ્યારે ગઇ તા.૨૮મી નવેમ્બરે પતિએ લગ્નમાં કેમ ના આવી તેમ કહી લાતો અને મુક્કા વડે ખૂબ માર માર્યો હતો.બીજા દિવસે પણ તેમણે મને માર માર્યો હતો.નંદેસરી પોલીસે પતિ અને સાસરીયાં સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(5:48 pm IST)