Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

વડોદરાના દેણા ગામ નજીક અવાવરું જગ્યામાંથી ધો 10 ના વિદ્યાર્થીની લાશ મળી આવતા અરેરાટી મચી જવા પામી

વડોદરા:શહેરના દેણા ગામ પાસે અવાવરું જગ્યામાંથી ધોરણ 10 ના વિદ્યાર્થીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ગઈકાલે સાંજે ગુમ થયા બાદ પરિવારજનોએ ભારે શોધખોળ આદરી હતી. દરમિયાન આજે તેની લાશ મળી આવતા પરિવાર માથે આભ ફાટી પડ્યું હતું. બનાવ સંદર્ભે તાલુકા પોલીસે હત્યાની આશંકા સેવી તે દિશામાં વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

વડોદરા શહેરના દેણા ગામ પાસે યુવકની હત્યા કરાયેલો  મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. 20 કલાક પહેલા ગુમ થયેલા અબે વિધાલયના ધોરણ 10 માં અભ્યાસ કરતા16 વર્ષીય કિશોર મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં યુવક પાસેથી ડોક્યુમેન્ટ મળી આવતા મરનાર કિશોર નું નામ અકિત વિશાલ પ્રજાપતિ ( રહે - રાજનગર સોસાયટીકપુરાઈ ગામ )હોવાનું બહાર આવ્યું છે.

વહેલી સવારે દેણા ગામના લોકો મૃતદેહ જોતા પોલીસને જાણ કરી હતી. બનાવના પગલે પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા. અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી તલસ્પર્શી તપાસ હાથ ધરી છે. કિશોરના મૃતદેહ સંદર્ભે પોલીસે હત્યાની આશંકા સેવી તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(5:46 pm IST)