Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ત્રાટકેલા તસ્કરો પૈકી એકને રહીશોએ રંગે હાથે ઝડપી પોલીસ હવાલે કર્યો

વડોદરા:શહેરના  બાવચવાડમાં ચોરી કરવા ઘૂસેલા તસ્કરોને પડકાર ફેંકી સ્થાનિક રહીશોએ ત્રણ પૈકી એક શખ્સને ઝડપી પાડયો હતો. જ્યારે અન્ય બે શખ્સો મોટરસાયકલ સ્થળ પર છોડી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી નાસી છૂટયા હતા. ચોરી કરતાં રંગેહાથ ઝડપાયેલા શખ્સને સ્થાનિકોએ મેથીપાક ચખાડતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલ બાવચવાડ માં રહેતો લાલાકહાર મચ્છી નો વેપાર કરે છે. આજે ગુરૂવારે વહેલી સવારે તેના ઘરે ત્રાટકેલા તસ્કરો ચોરી કરી રહ્યા હતા તે દરમિયાન સ્થાનિક રહીશોને ગંધ આવી જતાં શોર મચાવી તસ્કરોને પડકાર ફેંક્યો હતો દરમિયાન ત્રણ તસ્કરો પૈકી એકને સ્થાનિક રહીશોએ ઝડપી પાડયો હતો. જ્યારે અન્ય તસ્કરો પોતાનું ટુ વ્હીલર વાહન સ્થળ પર છોડી સોના ચાંદીના દાગીના લઇ નાસી છૂટયા હતા. ચોરી કરતા રંગેહાથ ઝડપાયેલા તસ્કરને સ્થાનિક રહીશોએ મેથીપાક ચખાડતા ઘવાયેલા તસ્કરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો

(5:46 pm IST)
  • " પદ્મ વિભૂષણ " પુરસ્કાર પરત : કૃષિ બિલના વિરોધમાં પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંઘ બાદલે " પદ્મ વિભૂષણ " પુરસ્કાર પરત કર્યો : દેશનું બીજા નંબરનું સર્વોચ્ચ સન્માન પરત સોંપી દીધું : સરકારે ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યાનો આક્ષેપ access_time 2:04 pm IST

  • ખેડૂત આંદોલનના સમર્થનમાં બીજો પુરસ્કાર પરત : પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંઘ બાદલે ' પદ્મ વિભૂષણ ' એવોર્ડ પરત કર્યા બાદ હવે રાજ્યસભાના સાંસદ સુખદેવ ઢીંડસાએ ' પદ્મ ભૂષણ ' એવોર્ડ પરત કર્યો : છેલ્લા બે મહિનાથી કૃષિ ધારાનો વિરોધ કરી રહેલા ખેડૂતોનો અવાજ કેન્દ્ર સરકારના બહેરા કાને સંભળાતો નથી access_time 6:15 pm IST

  • ૯ રાજ્યોમાં ૨૬ સ્થળે "ઈડી" ત્રાટક્યું: પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા વિરુદ્ધના મની લોન્ડરિંગ કેસો બાબતે આજે "ઈડી"(એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટે) નવ રાજ્યોમાં ૨૬ સ્થળોએ દરોડા પાડયા છે વિગતોની રાહ જોવાઇ રહી છે access_time 2:36 pm IST