Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

માસ્ક પહેર્યા વગરને કોવિડ સેન્ટરમાં સેવા આપવી પડશે તેવા હાઇકોર્ટના નિર્ણય વિશે પ્રતિક્રિયા આપતા શહેરના લોકો

કોરોનાથી બચવા માટે અત્યારે માસ્ક ફકત ઇલાજ છે ત્યારે હાઇકોર્ટનો નિર્ણય આવકાર્ય

પોતાના પરિવારની સલામતી અને રાષ્ટ્રહિત માટે સૌએ માસ્ક પહેરવું જોઇએ

અમદાવાદ,તા.૩ : ગુજરાત હાઈકોર્ટ દ્વારા માસ્કને પહેરવાને લઈને કડક નિર્ણય લેવા રાજય સરકારને તાકીદ કરવામા આવી છે. તે જોતા હવે રાજયની જનતાએ સમજી લેવું જોઈએ કે કોરોનોની મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. 

રાજયની જનતાએ હવે સાવધ થઇ જવું પડશે અન્યથા તેના ગંભીર   પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. સરકારની વારંવારની સૂચનાઓ અને જાહેરનામાનો અનાદર કરીને બેખૌફ અને બિનજવાબદાર રીતે ફરી રહેલા લોકોને હાઇકોર્ટે આદેશ આપ્યો છે કે જે લોકો માસ્ક પહેર્યા વગર પકડાશે તો કોવિડ સેન્ટરમાં ૧૦ થી ૧૫ દિવસ રોજના પ થી ૬ કલાક કોમ્યુનિટી સેવા આપવી પડશે. હાલમાં લગ્ન સિઝન ચાલી રહી છે ત્યારે હજારોની સંખ્યામાં લોકોને ભેગા કરવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે તે જોતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોય એવું માનવામાં આવી રહ્યું છે. હાઈકોર્ટના આ નિર્ણયને શહેરના વિવિધ ક્ષેત્રમાં કામ કરતા લોકો આ નિર્ણય વિશે શું કહેવા માંગે છે. ત્યારે ખ્યાલ આવ્યો કે શહેરના દરેક લોકોએ આ નિર્ણયને આવકાર્યો છે.

હવે લોકોને કોરોનાની ગંભીરતા વિશે ખ્યાલ આવશે, સંક્રમણ ઓછું થશે

લોકોને જયાર સુધી કડક સજા આપવામાં ના આવે ત્યા સુધી તેઓ ગુનાઓ કરતા જ રહે છે. જે આ કોરોનાના સમયમાં સાબિત થઇ ગયું. હાઇકોર્ટ દ્વારા લેવામા આવેલો નિર્ણય સારો છે. આના કારણે લોકોને કોરોનાની ગંભીરતા વિશે ખ્યાલ આવશે અને જેના કારણે સંક્રમણ ઓછું થશે. લોકો હવે ડરથી પણ કાયદાનું પાલન કરશે અને પોતાની સાથે પોતાના લોકોને પણ સુરક્ષિત  રાખશે.

સુમિત ઉદય પવાર

ઘણું સારૂ થયું ,આ નિર્ણયથી કોરોનાની ગતી પર બ્રેક લાગશે અને કેસ ઘટશે

કોરોનાના કેસ વધી રહ્યા છે અને તેને ઓછા કરવા માટે સરકાર દ્વારા અથાક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આવા સમયે હાઇકોર્ટ દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય ઘણો સારો છે. જેના કારણે કોરોનાની ગતી પર બ્રેક લાગશે અને કેસ ઘટવામાં મદદ થશે. સરકાર દ્વારા રાત્રી કફર્યુ  કરવામાં આવ્યો છે અને આ સાથે મોલ અને દુકાનોને પણ સિલ મારવામાં આવ્યા છે. જે એક અસરકારક પગલું છે.

સેતુ ઠક્કર,

કોરોનાથી બચવા માટે એવા શપથ લઈએ  કે મારો પરિવાર એ જ મારી જવાબદારી

હાઇકોટ દ્વારા રજુ કરવામાં આવલી ગાઇડલાઇનનો આપણે અક્ષર સહ પાલન કરવાની આપણે આદત પાડવી પડશે. આપણે કોરોનાથી બચવા માટે એવા શપથ લેવા જોઇએ કે આપણે અન્યો માટે નહી પણ પોતાના પરિવારની સલામતી માટે અને રાષ્ટ્રહિત માટે સૌ આગળ વધીએ. આ સાથે કોરોનાને હરાવવા માટે પોતાનું અને પરિવાર દરેક સભ્યોના જીવનનું રક્ષણ થાય તે પ્રકારે કાર્ય કરીએ.

નિલેશભાઇ પટેલ,

કોરોનાથી બચવા માટે ફેશનેબલ નહી થ્રી લેઅર અને એન ૯૫ માસ્ક જ પહેરો

સરકાર દ્વારા કોરોનાથી બચવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એવા સમયે હાઇકોટ દ્વારા લેવામાં આવેલો કડક નિર્ણય ચોક્કસ પણે કોરોનાના સંકમણને રોકવા માટે અસરકારક નિવડશે. લોકોએ માસ્કના નામે જે ફેશન કરવાની શરૂઆત કરી છે. જે સદંતર ખોટી છે. આપણે થ્રી લેઅર અને એન ૯૫ માસ્ક પહેરીશું તો જ કોરોનાથી બચવામાં સફળ થઇશું.

મહર્ષિ પંડ્યા

કોવિડ સેન્ટરમાં સેવા આપવા ના જવું પડે તે માટે હવે લોકો ચોક્કસ માસ્ક પહેરશે

રાજયમાં ૪ હજારથી પણ વધારે લોકોના કોરોનાને કારણે થયા છે ત્યારે હાઇકોટનો આ નિર્ણય લોકોને માસ્ક પહેરતા કરી દેશે. કોવિડ સેન્ટરમાં સેવા આપવા જઇશું અને અમને કોરોના થશે અને મરી જઇ શું તો શું થશે તે ડરના કારણે પણ લોકો હવે માસ્ક પહેરતા થશે અને કોરોનાના કેસ ઘટશે માસ્કના પહેરતા લોકોને ૬ મહિનાની જેલની સજા ફટકારવામાં આવે તો પણ ઓછી છે

ધ્રુવિ પટેલ,

(2:44 pm IST)