Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

સેલવાસથી બિયરભરીને આવતી કારને ધરમપુર પોલીસે પકડી પાડી

'ડીએસપી રાજદિપસિંહ ઝાલાની સૂચના અને ડીવાયએસપી એમ. એન. ચાવડાના માર્ગદર્શન હેઠળ ધરમપુર પીએસઆઇ એન. ટી. પુરાણીની આગેવાનીમાં એએસઆઇ હસમુખભાઇ મકનભાઇ, કોન્સ્ટેબલ આશિષ ગાયકવાડ અને અન્ય સ્ટાફે બિયર ભરેલી એન્જોય કાર પકડી પાડી

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ : દમણથી દારૂ લાવતા બુટલેગરો પર પોલીસની તવાઇને કારણે કેટલાક બુટેગરો હવે સેલવાસથી ધરમપુર થઇ દારૂની હેરાફેરી કરી રહ્યા છે.  જાણકારી મળતાં ધરમપુર પોલીસે ખારવેલ પુલ પાસે નાકાબંધી કરી રૂ.6, 700ના બિયર સાથે એક કારને પકડી પાડી હતી. ડીએસપી રાજદિપસિંહ ઝાલાની સૂચના અને ડીવાયએસપી એમ. એન. ચાવડાના માર્ગદર્શન હેઠળ ધરમપુર પીએસઆઇ એન. ટી. પુરાણીની આગેવાનીમાં એએસઆઇ હસમુખભાઇ મકનભાઇ, કોન્સ્ટેબલ આશિષ ગાયકવાડ અને અન્ય સ્ટાફે બાતમીના પગલે ખારવેલ પાસે નાકાબંધી હાથ ધરી હતી. આ દરમિયાન સેલવાસથી આવતી એન્જોય કાર નં. GJ 05 JF 0674 ને અટકાવી તેની જડતી લેતાં તેમાંથી પોલીસે બિયરના 67 ટીન પકડી પાડ્યા હતા. જેના પગલે પોલીસે કારમાં સવાર સુરતના જીતેન્દ્ર જરીવાલા વિરૂદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.

(3:08 pm IST)