Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

ગૂગલ મેપ આધારે દેશના વિવિધ રાજ્યોમાં થયેલ લાખોની રકમની ચોરી પરથી પડદો હટ્યો

મોટા મોલના ક્રોમા સેન્ટરને નિશાન બનાવી લાખોની કિંમતના મોબાઇલ કેમેરા ઉઠાવતા પહેલા એક શખ્સ ચિપને ટચ કરી સાયરન ચાલુ કરાવી અફડાતફડી મચાવે અને બીજો ચોર કિંમતી વસ્તુ સાથે શુ બને : પ્લેનમાં ચોરી કરવા આવતા દિલ્હીના ઠગોની દંગ બની જવાય તેવી ચોરીઓનો પતો સુરત પોલીસે કુનેહથી લગાડતા દેશભરની પોલીસ આફ્રિનઃ સીપી અજયકુમાર તોમર અને એડીશનલ સીપી એચ.આર.મુલીયાણા ડી.સી.પી. વીધી ચોધરી તથા પીઆઇ કે.બી.ઝાલા ટીમને અદભૂત સફળતા

રાજકોટ તા.૩: ટેકનોસેવી લોકોમાં એક કહેવત છે કે તમે જ તમારો જાસૂસ તમારી સાથે રાખી ફરો છે આ ઉકિતને ખરા અર્થમાં સુરતના પોલીસ કમિશનર અને એડિશનલ પોલીસ તથા મદદનીશ પોલીસ કમિશનરના માર્ગદર્શનમાં ગૂગલ મેપ આધારે ગૂગલ ટાઈમમાં જયાં દેશ ભરમાં મોટા મોલમાં ક્રોમ સેન્ટરમાં પોહચી શિફત થી એલાર્મ વાગે તેવી ટેકનિક દ્વારા કિંમતી ડિજિટલ વસ્તુઓ ઉઠવતા દિલ્હીના ૨ ઠગો નો પતો લગાવવા સાથે અન્ય રાજયની ૧૧ થી વધુ ચોરીઓ પરથી પરદો ઉચકતા સુરત પોલીસ પર દેશભરની પોલીસ આફ્રિન પોકારી ઉઠી છે.

 દિલ્હીના આમિર અલી અને હુશેન અલી નામના ૨ ઠગો પૈકી એક ઠગ પીપલોદ વિસ્તારના એક મોલમાં આવેલ ક્રોમા સેન્ટરમાંથી ૧.૫૧ લાખનો કેમેરા ઉઠાવી નાસી જતા તેનો પીછો કરી લોકોની મદદથી પકડી તેના સાથી વિશે પૂછપરછ કરતાં તે હોટેલ મા હોવાનું જાણવા મળતા ઉમરા પીઆઇ કે.બી.ઝાલા ટીમ દ્વારા હોટેલ પર ખાસ ટીમ દોડાવી પણ આરોપી હુસેન અલી નાસી છૂટયો હતો.

 ઉકત બાબતે જાણ થતાં જ પોલીસ કમિશનર અજય કુમાર તોમર એડિશનલ સીપી એચ.આર. મુલીયાણા અને ડીસીપી વિધિ ચોધરી વિગરે સક્રિય બની તપાસમાં જોડાયા હતા.

 ઉકત અધિકારીઓ તથા ઉમરા પીઆઇ કે.બી.ઝાલા દ્વારા આરોપી આમિર અલીની પૂછપરછ કરતાં તેવો અને હુસેન અલી કિંમતી મોબાઈલ ટેબ્લેટ કેમેરા કે જેની કિંમત લાખોમાં હોય તેની ચોરી કરવા દિલ્હીથી ફલાઇટમાં આવતા.

મોટા મોલના ક્રોમા સેન્ટરો કે જયાં કિંમતી ડિજિટલ અને લાખોની કિંમતના વસ્તુ હોય ત્યાં ખાસ પ્રકારની ચિપ લાગી હોય છે તેમ અકિલા સાથેની વાતચીતમાં સુરતના એડી એડિશનલ પોલીસ કમિશનર શ્રી મુલિયાના દ્વારા જણાવેલ.

તેવો આ વિશેષમાં જણાવેલ કે બબ્બે પત્ની હોવા છતાં ગર્લફ્રેન્ડ રાખનાર આરોપી દ્વારા પ્રથમ એક ક્રોમા સેન્ટરમાં ઘૂસી ચિપને સિફતપૂર્વક ટચ કરે એટલે કાઉન્ટર પર સાયરન વાગે એટલે બધા એક તરફ દોડે આવી અફડતફડી દરમિયાન પ્રથમ આરોપી ત્યાજ ઊભો રહે અને બીજો ઘૂસી જાય અને કિંમતી વસ્તુ ગણત્રીની સેકંડોમાં ઉઠાવી લઇ બહાર નીકળી જાય.

પકડાયેલ આરોપી દિલ્હીના હોવા સાથે ખૂબ જ સાતિર હોવાનું સમજતા પીઆઇ શ્રી ઝાલાથી લય ડીસીપી વિધિ ચોધરી થી માંડી અંગત રસ લેતા સીપી અને એડીશનલ સીપી કે પછી એસીપીને વાર ન લાગી. ચોરને ચીત કરવા માટે અને સુરત પોલીસ કમ નથી તે દેખાડવા માટે સીપી.એડી.સીપી ડીસીપી અને પીઆઈ વિગેરે આ સાથે મળી મૂળ સોધવા ગૂગલ એપ મારફત ગૂગલ ટાઇમમાં આરોપના મોબાઈલ આધારે જયને છેલ્લા એક માસના લોકેશન સોધતા પોલીસ ખુદ ચોકી ઉઠી.

આરોપીઓ દેશના વિવિધ રાજયો જેવાકે બેંગલોર હૈદરાબાદ અને પુને સહિત વિવિધ રાજયોમાં ગાયનું ખુલવા સાથે વિસ્તારોના લોકેશન મળ્યા પોલીસ કમિશનર ના સૂચન મુજબ તે વિસ્તારના મોલના નંબર મેળવી તપાસ કરતા દેશના વિવિધ રાજયોમાં થી ૧૧ સ્થળો પર ચોરી થયાનો ઘટસ્ફોટ થયો છે તેમ શ્રી મુલીયાણા જણાવે છે્. અશકયને શકય પોલીસ ધારે તો શકય બનાવી શકે તેનુ આ ઉતમ ઉદાહરણ છે.આવી જવલંત સફળતાનો યશ પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર દ્વારા અકિલા સાથેની વાતચીતમાં પોતાની ઉપરથી લઇને નાનામાં નાના પોલિસને આભારી હોવાનું જણાવેલ છે.

(1:41 pm IST)