Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

અરવલ્લી ટાઉન પ્લાનીંગ અધિકારી કીરીટ રાવલને લાંચ કેસમાં દબોચતી એસીબી ટીમ

અરવલ્લીના ટાઉન પ્લાનીંગ અધિકારી કીરીટ રાવલને લાંચ કેસમાં સકંજામાં લેતી એસીબી ટીમ: નક્શા માટે બે હજાર રૂપિયાની લાંચ લેતા વચેટીયો પ્રતીક જયસ્વાલ રંગે હાથે ઝડપાયો

અરવલ્લી એસીબી પીઆઈ વણઝારા અને તેમની ટીમે જીલ્લા ટાઉન પ્લાનીંગ અધિકારી કિરીટ રાવલના વચેટિયા પ્રતીક જયસ્વાલને, નક્શા માટે, બે હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથે દબોચી લીધો છે. ટાઉન પ્લાનિંગ અધિકારી કિરીટ રાવલે લાંચની રકમ અંગે ફોન પર સ્વીકારતાની સાથે એસીબીની ટીમ જિલ્લા સેવાસદન કચેરીમાં આવેલ ટાઉન પ્લાનીંગ કચેરીમાં ત્રાટકી હતી અને કિરીટ રાવલને સકંજામાં  લીધો હતો.

આ કિરીટ રાવલે  એક જાગૃત નાગરિક નકશો લેવા ટાઉન પ્લાનિંગ કચેરીમાં જતા નકશાની નકલ માટે બે હજાર રૂપિયા રાવલે માંગતા અને વચેટિયા પ્રતીક જયસ્વાલનો સંપર્ક કરવાનું જણાવતા જાગૃત નાગરીક સમસમી ઉઠ્યો હતો.

લંચ આપવાને બદલે પાઠ ભણાવવા તેમણે રવલ્લી એસીબી અધિકારી વણઝારાનો સંપર્ક કરતા એસીબી ટીમે છટકું ગોઠવી વચેટિયાને ૨ હજાર રૂપિયા લેતો રંગે હાથે દબોચી લીધેલ. એ પછી લાંચની રકમ મળી ગઈ હોવાનું ટાઉન પ્લાનિંગ અધિકારી કિરીટ રાવલે ફોન પર સ્વીકારતા તાબડતોડ એસીબી પીઆઈ વણઝારા અને તેમની ટીમે ટાઉન પ્લાનીંગ કચેરીમાં ત્રાટકી કિરીટ રાવલને ઝડપી લીધેલ. ભારે ફફડાટ ફેલાયો છે.

(12:35 pm IST)