Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

સુરત : મોંઘા મોબાઈલની ચોરી કરતો દિલ્હીની ગેંગનો આરોપી ઝડપાયો : મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક અને ગુજરાત સહિત 12 ગુનાનો ભેદ ઉકેલાયો

એક વોન્ટેડ આરોપી ક્રોમામાં અલાર્મ બાબતે સોફ્ટવેરનું નોલેજ ધરાવતો હોવાથી તેમાં જ ચોરી કરતા પકડાઈ ગયો

સુરતમાં ક્રોમા અને રિલાયન્સમાંથી મોંઘા કેમેરાની ચોરી કરતી દિલ્લીની ગેંગનો એક આરોપી ઝડપાયો હતો. એક વોન્ટેડ આરોપી ક્રોમામાં અલાર્મ બાબતે સોફ્ટવેરનું નોલેજ ધરાવતો હોવાથી તેમાં જ ચોરી કરતા 2 દિવસ પહેલા ભાગતાં ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક અને ગુજરાત સહિત 12 ગુનાનો ભેદ ઉકેલાયો હતો.

  પીપલોદ ક્રોમા સેન્ટરના મેનેજરે 2 દિવસ પહેલા ફોન કરી પોલીસને જાણ કરી હતી કે, 2 અજાણ્યા શખ્સ પીપલોદ ખાતે ક્રોમા સેન્ટરમાં કેમેરાની ચોરી કરવાનો પ્રયાસ કરતા સિક્યોરિટી ગાર્ડે રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, બન્ને અજાણ્યા ત્યાંથી રિક્ષામાં બેસીને ભાગી ગયા હતા. સિક્યોરિટી ગાર્ડે તેમનો પીછો કરતા એક જણ રિક્ષામાંથી ઉધના દરવાજા પાસેથી ઝડપાયો હતો. તેનું નામ પૂછતા તેને આમીર અલી ઉર્ફે રઈસ અલી ઉર્ફે સમીર અલી રમઝાન અલી શૌન હોવાનું જણાવ્યું હતું. 26 વર્ષીય સમીર (ઈસ્ટ ઓલ્ડ શિલમપુર થાના ક્રિષ્ણનગર, દિલ્હી)નો રહેવાસી છે

સિક્યોરિટી ગાર્ડે આરોપીને ઉમરા પોલીસને સોંપ્યો હતો. ઉમરા પોલીસે પૂછપરછ કરતા મોંઘા કેમેરાની ચોરી કરતી દિલ્લીની ગેંગ હોવાનું સામે આવ્યું હતું. પૂછપરછ દરમિયાન આરોપીએ મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક અને ગુજરાત સહિતના રાજ્યોમાં 12 જેટલી ચોરીના ગુના કબૂલ્યા હતા. ઉમરા પોલીસે આરોપીના સાથીદાર 30 વર્ષીય સલમાન (ગૌતમ વિહાર ગલી, ગઢી મેડુ, ઉત્તર પૂર્વી)ને વોન્ટેડ જાહેર કર્યો છે.

(11:05 am IST)