Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

માસ્ક ના પહેરનાર વ્યક્તિઓને કોવિડ સેન્ટરમાં ફરજ આપવી કે નહીં ?:કોર કમિટીની બેઠકમાં લેવાશે નિર્ણંય :પ્રદિપસીંહ જાડેજા

માસ્ક ન પહેરનાર વ્યક્તિઓને કોવિડ કેર સેન્ટરમાં ફરજો સોંપવા અંગેના હાઇકોર્ટે દિશા-નિર્દેશો આપ્યા છે

અમદાવાદ : રાજય સરકારથી માંડીને અન્ય સરકારી એજન્સીઓ દ્વારા વારંવાર અપીલ કરવા છતાં ઘણાં નાગરિકો માસ્ક વગર જાહેરમાં ફરતાં હોવાની ઘટનાઓને હાઇકોર્ટે ધ્યાનમાં લીધી હતી. આવા નાગરિકોને કોવિડ કેર સેન્ટરમાં સેવા કરવા મોકલવાની ટકોર કરી હતી

 . આ અંગે રાજયના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, હાઇકોર્ટ દ્વારા માસ્ક ન પહેરનાર વ્યક્તિઓને કોવિડ કેર સેન્ટરમાં ફરજો સોંપવા અંગેના જે દિશા-નિર્દેશો કરવામાં આવ્યા છે. તે સંદર્ભે આજે મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીના અધ્યક્ષે મળનાર કોર કમિટીની બેઠકમાં યોગ્ય ચર્ચા-વિચારણા કરાયા બાદ યોગ્ય નિર્ણય રાજ્ય સરકાર કરશે

(9:51 am IST)