Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

કોરોના કાળમાં પણ ભ્રષ્ટ્રાચાર ચાલુ : 27 સરકારી વિભાગોના 176 અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા

એસીબીએ 176 અધિકારીઓને 6,578,380 રૂપિયા લાંચ લેતા પકડ્યા

અમદાવાદ : કોરોના મહામારીમાં પણ  સરકારી બાબુઓએ પ્રજાને લૂંટવામાં પાછી પાની ન કરી અને લાંચ લેવાનું છોડ્યું નથી 2020ના વર્ષમાં 27 સરકારી વિભાગના 176 અધિકારીઓ  6,578,380 રૂપિયા લાંચ લેતા પકડાયા છે.

સ રકારી ખાતાના અધિકારીઓ ભ્રષ્ટાચાર માં ડૂબેલા હોય છે. તેને ઝડપવા એસીબીએ કમર કસી છે વર્ષ 2020નું વર્ષ કોરોના લઈને આવ્યું ત્યારે આ કોરોના કપરા કાળમાં અધિકારીઓ લોકોના પોતાના વિભાગના કામ કરવાના બદલે  તેમની પાસે લાંચ લેતા પકડાયા છે. ત્યારે આવા ભ્રષ્ટ અધિકારીઓ ACBની આંખ થી બચી  શક્યા નથી. વર્ષ 2020ના કોરોના કહેરના વર્ષમાં કેટલા અધિકારીઓ પકડાયા છે

કેસ                                               કેસ                      લાંચની રકમ
ગૃહ વિભાગ                                   52                       960900
પંચાયત,  ગૃહ નિર્માણ ,                  25                        2149000
મહેસૂલ વિભાગ                              24                       1955300
કૃષિ સહકાર વિભાગ                        13                        310000

આમ અલગ અલગ 27  સરકારી વિભાગ ના 176 અધિકારીઓ લાંચ લેતા પકડાયા છે. આ સરકારી બાબુઓ  સરકારી પગાર તો લે છે પણ તેમને આટલા પગાર જાણે પૂરતો ના હોય તેમ વધુ કમાવવા માટે લોકો પાસે  લાંચ માગતા પકડાય છે. જો  લાંચ લેતા અધિકારીઓની  વર્ગ પ્રમાણે વાત કરીયે તો વર્ગ-1ના 6, વર્ગ 2ના 35, વર્ગ 3ના 136 અને વર્ગ 4ના 3 અને આવા ધિકારીઓના 89 મળતિયા લાંચ લેતા પકડાયા છે.

શહેર                            કેસ
અમદાવાદ એકમ         26
વડોદરા એકમ              40
સુરત એકમ                  31
બોર્ડર એકમ                  25

કોરોના મહામારી માં ચારે બાજુ થી લોકો ના ધંધા રોજગાર ચોપટ થયા છે. તો બીજી બાજુ આવા લાંચિયા અધિકારીઓના કારણે લોકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

(11:32 pm IST)