Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

ગુજરાતના ૨૯માં મુખ્ય સચિવ તરીકે વિધિવત ચાર્જ સંભાળતા અનિલ મુકિમ

ડૉ. જે.એન.સિંઘે નવ નિયુક્ત મુખ્ય સચિવ અનિલ મુકિમને આવકારી વિધિવત રીતે ચાર્જ સોંપીને શુભેચ્છા પાઠવી

 

ગુજરાત કેડરના ૧૯૮૫ બેચના વરિષ્ઠ સનદી અધિકારી અનિલ મુકિમે આજે ગુજરાતના ૨૯માં મુખ્ય સચિવ તરીકે ગાંધીનગર ખાતે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. પ્રસંગે નિવૃત્ત થતાં પૂર્વ મુખ્ય સચિવ  ડૉ. જે.એન.સિંઘે નવ નિયુક્ત મુખ્ય સચિવ અનિલ મુકિમને આવકારીને વિધિવત રીતે ચાર્જ સોંપીને સુદિર્ઘ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી

  શ્રી મુકિમે સનદી અધિકારી તરીકે નાણા, મહેસૂલ, સ્વાસ્થ્ય જેવા વિવિધ વિભાગના વડા તરીકે કામગીરી કરવાનો બહોળો અનુભવ ધરાવે છે. ઉપરાંત ગુજરાતના જનરલ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટમાં એડિશનલ ચિફ સેક્રેટરી તરીકે જવાબદારી નિભાવી હતી. તેઓ છેલ્લે કેન્દ્ર સરકારના ખાણ અને ખનીજ વિભાગના સચિવ તરીકે સેવા આપી ચૂકયા છે

મુખ્ય સચિવ અનિલ મુકિમે નિવૃત્ત થતાં પૂર્વ મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે શુભેચ્છા આપીને ભાવસભર વિદાય આપી હતી

પ્રસંગે રાજયના વરિષ્ઠ સનદી અધિકારીઓએ ઉપસ્થિત રહીને નવનિયુક્ત મુખ્ય સચિવ અનિલ મુકિમને શુભેચ્છા પાઠવી હતી.  

(10:44 pm IST)
  • વિજયભાઈ રૂપાણીના ભત્રીજા અને ભત્રીજા વહુને બગોદરા પાસે અકસ્માત : બંને હેમખેમ : ઝાયડ્સ હોસ્પિટલમાં એક દિવસ દેખરેખ હેઠળ રાખેલ છે : આજે બપોરે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સગા ભત્રીજા શ્રી અમિનેષ રૂપાણી અને તેમના પત્નિ શ્રીમતી વિમી રૂપાણીને બગોદરા પાસે અકસ્માત નડ્યો હતો. સામેની સાઇડેથી ગમે તે કારણોસર કોઈ મોટર અમિનેષના મોટરની દિશામાં આવી ટકરાતા અમિનેષને અને તેના પત્નિ બંનેને તાત્કાલીક અમદાવાદ સાવચેતીરૂપે લઈ જવામાં આવેલ. ઝાયડ્સ હોસ્પિટલમાં સીટી સ્કેન અને બધી જ તપાસ કરતા સંપૂર્ણ નોર્મલ અને ભયમુકત હોવાનું જાણવા મળે છે, આમ છતા તેમને એક દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. અમિનેષ અને વિમીબેનની તબિયત સારી છે. બંને ભયમુકત છે. access_time 3:56 pm IST

  • ભારતીય રેલવેની મુસાફરોને ભેટ : હવે ટ્રેનના જનરલ ડબ્બામાં પણ રિઝર્વેશન મળશે : સીટ નંબર સાથે યાત્રીનો ફોટો વ્હોટ્સ એપ ઉપર આવી જશે : જગ્યા માટે થતા ઝગડા બંધ થઇ જશે :" પાસ ફોર અનરિઝર્વ્ડ બોર્ડ (PURB) " નામક યોજના પ્રાયોગિક ધોરણે શરૂ : ટૂંક સમયમાં સમગ્ર દેશમાં લાગુ કરાશે access_time 12:29 pm IST

  • પાકિસ્તાન મરીન એજન્સી ગુજરાત દરિયાકાંઠેથી 18 માછીમારો સહિત 3 બોટ બળજબરીથી ઉપડી ગયાનું જાહેર થયું છે access_time 12:50 am IST