Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

સુરતમાં બિનવારસી પાર્સલ મળતા પોલીસને દોડધામ દુર્ગંધ મારતા પાર્સલમાંથી મૃત હાલતમાં શ્વાન મળ્યું

જાણકારી મળતા ઉધના પોલીસે પાર્સલ ચેક કરતા મૃત શ્વાન મળ્યું

 

સુરતમાં બિનવારસી હાલતમાં એક પાર્સલ મળી આવતા પોલીસમાં દોડધામ મચી જવા પામી હતી બિન વારસી પાર્સલ ચેક કરતા પાર્સલમાંથી પોલીસને એક મૃત શ્વાન મળી આવ્યું હતું.  

  અંગે મળતી વિગત મુજબ પાર્સલમાંથી પુષ્કળ પ્રમાણમાં દુર્ગંધ મારતી હતી. જેથી રાહદારીઓએ બાબતે પોલીસને જાણ કરી હતી પાર્સલ અંગેની જાણ થતા ઉધના પોલીસ તરત સ્થળ પર પહોચી હતી.પરંતુ પોલીસે જ્યારે પાર્સલ ચેક કર્યુ તો તેમાથી મૃત હાલતમાં એક શ્વાન મળી આવ્યું.

(10:40 pm IST)
  • ભાજપના સાંસદે સોનિયાને ઘુસણખોર કહેતા લોકસભામાં કોંગ્રેસનો હંગામો : સંસદીય મંત્રી પ્રહલાદ જોષીના નિવેદન કે લોકોએ પીએમ મોદીને બીજીવાર ચૂંટીને મોકલ્યા છેઃ કોંગ્રેસના ખુદના નેતા ઘુસણખોર છે access_time 3:57 pm IST

  • વિજયભાઈ રૂપાણીના ભત્રીજા અને ભત્રીજા વહુને બગોદરા પાસે અકસ્માત : બંને હેમખેમ : ઝાયડ્સ હોસ્પિટલમાં એક દિવસ દેખરેખ હેઠળ રાખેલ છે : આજે બપોરે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સગા ભત્રીજા શ્રી અમિનેષ રૂપાણી અને તેમના પત્નિ શ્રીમતી વિમી રૂપાણીને બગોદરા પાસે અકસ્માત નડ્યો હતો. સામેની સાઇડેથી ગમે તે કારણોસર કોઈ મોટર અમિનેષના મોટરની દિશામાં આવી ટકરાતા અમિનેષને અને તેના પત્નિ બંનેને તાત્કાલીક અમદાવાદ સાવચેતીરૂપે લઈ જવામાં આવેલ. ઝાયડ્સ હોસ્પિટલમાં સીટી સ્કેન અને બધી જ તપાસ કરતા સંપૂર્ણ નોર્મલ અને ભયમુકત હોવાનું જાણવા મળે છે, આમ છતા તેમને એક દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. અમિનેષ અને વિમીબેનની તબિયત સારી છે. બંને ભયમુકત છે. access_time 3:56 pm IST

  • ભારતીય રેલવેની મુસાફરોને ભેટ : હવે ટ્રેનના જનરલ ડબ્બામાં પણ રિઝર્વેશન મળશે : સીટ નંબર સાથે યાત્રીનો ફોટો વ્હોટ્સ એપ ઉપર આવી જશે : જગ્યા માટે થતા ઝગડા બંધ થઇ જશે :" પાસ ફોર અનરિઝર્વ્ડ બોર્ડ (PURB) " નામક યોજના પ્રાયોગિક ધોરણે શરૂ : ટૂંક સમયમાં સમગ્ર દેશમાં લાગુ કરાશે access_time 12:29 pm IST