Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

થરાદ સહિતની ચેકપોસ્ટ બંધ થતાં પરપ્રાંતિય વાહનચાલકો પરેશાન :ઓનલાઈનના નામે અભણ વાહન ચાલકોનું શોષણ

રાજ્ય સરકારે ગુજરાતની ૧૬ ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય લેતા વાહન ચાલકોને હાલ ઓનલાઈન પરમીટ કાઢવાના.૨૦૦ વધારે આપવા પડે છે તો ફ્‌લાઈંગ આર.ટી.ઓ.અધિકારી રોકડ નાણાં ન લેતા વાહન ચાલકોની વિમાસણમાં ભારે વધારો થવા પામ્યો છે.હાલ રાજ્યમાં ટેક્ષ મોડ્‌યૂલ અને ઓડીસી મોડ્‌યૂલ ફરજિયાત કરવાની સાથો સાથ કેશલેષ પણ કરવામાં આવ્યુ છે

 . પરરાજ્યોમાંથી આવતા વાહનોને ગુજરાતનો ટેક્ષ લેવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડ્રાઈવરે પાસે વિજા કે એટીએમ કાર્ડ હોતા નથી. તેઓ રોકડ લઈને આવે છે. પરંતુ બોર્ડર નાબૂદીના કારણે ટેક્ષ ભરી શકતા નથી. માટે હાલ એમના માટે અતિ ગંભીર પરિસ્થિતિનુ નિર્માણ થયુ છે. ત્યારે ગાડી ચાલકનો 'કેશ લઈ લો સાહેબ મારી પાસે એટીએમ નથી ક્યાં લેવા જાઉં ? સાહેબ રોકડ લઈ લો અને મને જવા દો' એવી કાકલૂદી કરતો વિડીયો વાયરલ થયો છે.

. હાલ ચેકપોષ્ટ બંધ કરી હોવાથી પરરાજ્યોનો ફરજિયાત ઓનલાઈન ટેક્ષ અને દંડ ભરીને આવવુ પડતુ હોય છે. હાલ કાયદાનુ અર્થઘટન એવી રીતે થઈ રÌયુ છે કે જો 'તમારે ગુજરાતમાં પ્રવેશી ગુન્હો કરવો હોય તો પહેલા દંડ ભરો, દંડ ભર્યા પછી તમને કોઈ નહી રોકે" આજ થિમ પર હાલ પરિવહન વિભાગ ચાલી રહ્યો છે. અશિક્ષિત અને કોમ્યૂટરના જ્ઞાનના અભાવે ટ્રાન્સપોર્ટરો ઓનલાઈન ટેક્ષ ભરી શકાતા નથી. આ તકનો લાભ લેવા ઘણાં દલાલો ગુજરાતની બોર્ડર પર પોતપાતની હાટડીઓ ખોલી ઓનલાઈન પેમન્ટના નામ પર પ્રત્યેક રસીદ દીઠ ૨૦૦/નું ઊઘરાણૂ કરી રહ્યા છે. ૧૨૦/- નો ટેક્ષ લેવો હોય તો ૨૦૦/- રસીદના વધારાના ચૂકવવા પડે છે. તેવી ગાડી ચાલકો જાહેરમાં જણાવે છે.

હાલ ગુજરાતમાં તાજેતરમાં ૧૭ ચેકપોષ્ટો રદ કરી ૫૮ ચેકપોઈન્ટ ચાલુ કરવામાં આવ્યા છે . જે વાહન આંતરરાજ્યમાં મુસાફરી કરતુ તે વાહનને રાજ્યમાં આવતા અને જતાં માત્ર બેજ વખત પોતાનુ વાહન થોભાવવુ પડતુ હતુ. પરંતુ હવે એમને રસ્તામાં આવતા દરેક પોઈન્ટ પર પોતાનુ વાહન થોભાવવુ પડે છે. ઓનલાઈન ચલાણ લીઘૂ હોય તો એ પણ ચેક કરાવવુ પડે છે. જેમાં વાહનનુ કિંમતી ઈંધણ અને સમય પણ વેડફાય છે.

.

(10:10 pm IST)