Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

અમદાવાદના સરખેજમાં બોગસ કોલસેન્ટરનો પર્દાફાશ : પાંચ આરોપીઓ રંગેહાથ ઝડપાયા

ભાડાની ઓફિસમાંથી અમેરિકન નાગરીકોને લોન આપવાને બહાને ઠગાઈ કરતા

અમદાવાદમાં ગેરકાયદેસર ચાલતું એક કોલ સેન્ટર પોલીસે ઝડપી પાડ્યું છે. પોલીસે બાતમીના આધારે સરખેજના સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્ષના 401 નંબરની ઓફિસમાં ગેરકાયદેસર કોલસેન્ટરને  ત્યા રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસે રંગેહાથ 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા

   . આ પાંચેય આરોપીઓ અમેરિકન નાગરીકોને કોલ કરીને લોન આપવાને બહાને તેમની સાથે ઠગાઈ કરતા હતા. પોલીસે પાંચેય આરોપીઓ પાસેથી લેપટોપ, અને મોબાઈલ સહિત મેજીક જેક અને વાઈફાઈ રાઉટર પણ જપ્ત કર્યું છે. અને ઝડપાયેલા માલ સામાનની કુલ કિંમત 1 લાખ 54 હજાર કરતા પણ વધું છે.

       સરખેજ પોલીસે ગેરકાયદેર રીતે ચાલતું કોલસેન્ટર ઝડપી પાડ્યું છે પોલીસે પાંચ આરોપીઓની એક લાખ 54 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સરખેજ પોલીસે સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્ષના 401 નંબર ની ઓફિસ,માં ચલતા ગેરકાયદેસર કોલસેટરનો પર્દાફાશ કર્યો છે

      પોલીસે બાતમીને આધારે રેડ કરીને ભાડાની ઓફિસમાં ચાલતા કોલસેન્ટર પડ્યું છે આરોપીઓ અમેરિકન નાગરિકોના ડેટા મેળવીને બેંકમાં લોન આપવાના બહાને ચીટિંગ આચરતા હતા બેંકમાં લોન કરાવી આપીને 200 થી 500 ડોલરના ગિફ્ટ વાઉચર આપવાની લાલચ પણ આપતા હતા.

(8:30 pm IST)