Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

સુરતમાં ટેન્કર મારફતે ડ્રેનેજમાં ઝેરી કેમિકલ ઠાલવાનું કારસ્તાન : સ્થાનિકોએ રેકેટ ઝડપ્યું

જીપીસીબીને કરાતા અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા

સુરત : સુરતના સચિન વિસ્તારમાં આવેલી ઉમિદ નગર પાસે વહેલી સવારે ઝેરી કેમિકલ ડ્રેનેજ મારફતે ઠલવાઇ રહ્યું હતું. ત્યારે સ્થાનિકોએ આ રેકેટને ઝડપી પાડયું હતું. આ બનાવમાં ટેન્કર ચાલક ભાગી છૂટ્યો હતો. ઝેરી કેમિકલનું રેકેટ ચલાવવામાં આવતું હોવાની  જાણ જીપીસીબીને કરાતા અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

   તપાસમાં આ કેમિકલ માનવીનો જીવ લઇ શકે એટલું ઝેરી હોવાનું બહાર આવ્યુ છે  હાલ તો આ કેમિકલ વાપી અને અંકલેશ્વરથી સુરત ઠલવાતું હોવાની આશંકા સેવાઇ રહી છે. હાલ પોલીસે ટેન્કર કબ્જે લઈ નંબરના આધારે ડ્રાઇવરની શોધખોળ હાથ ધરી છે. જો આ ઘટનામાં યોગ્ય અને કડક તપાસ કરવામાં આવે તો મોટા માથાઓના નામ બહાર આવે તેવી શક્યતા છે.

(8:18 pm IST)