Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

કઠલાલના પીઠાઇ નજીક પીકઅપ ડાલામાં ક્રૂરતાપૂર્વક લઇ જવાતા ચાર પશુઓને ગામના શખ્સોએ બચાવી લીધા: બે ઈસમોને ઝડપી પોલીસે હવાલે કર્યા

કઠલાલ:તાલુકાના પીઠાઈ ગામ નજીક પીકઅપ ડાલામાં ક્રુરતાપૂર્વક રીતે ભરી લઈ જવાતા ચાર પાડાને ગામના અગ્રણીઓએ બચાવી લઈ પશુઓની હેરાફેરી કરનાર બે ઈસમોને પકડી પોલીસના હવાલે કર્યા હતા. પોલીસે કુલ રૂ.૪.૩૨ લાખનો મુદ્દામાલ કબજે કરી પકડાયેલા બંને ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ કઠલાલ તાલુકાના પીઠાઈ ગામથી જબુની મુવાડી તરફ જવાના માર્ગ પર ગતરોજ રાત્રીના સમયે પસાર થતી એક બોલેરો પીકઅપ ડાલુ ન.ં જીજે-૦૭, વાયઝેડ-૬૫૦૪માં બે થી અઢી વર્ષના આશરાના ૪ પાડાને દોરડાથી ગળે ટુંપાય તે રીતે ટુંકા દોરડાથી ક્રુરતાપૂર્વક બાંધીને લઈ જવાતા હોવાની જાણ પીઠાઈ ગામના બક્ષીપંચના પ્રમુખ બાબુભાઈ અમરસિંહ પરમાર, ગામના ડેપ્યુટી સરપંચ વિષ્ણુભાઈ કાંતિભાઈ શર્મા, જબુની મુવાડી ગામના જશવંતભાઈ મોહનભાઈ સોઢાને થતાં તેઓએ ગ્રામજનોની મદદથી પીકઅપ ડાલાને રોકી હતી. કતલ કરવાના ઈરાદે zટેમ્પામાં ક્રુરતાપૂર્વક રીતે પશુ ભરી લઈ જનાર બે ઈસમોને પકડી પાડ્યાં હતાં. અને આની જાણ કઠલાલ પોલીસને કરતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્થળ પર પહોંચેલી પોલીસે ટેમ્પામાં ક્રુરતાપૂર્વક બાંધેલા પાડા મુક્ત કર્યા હતાં. અને પોલીસે પશુઓની હેરાફેરી કરનાર ઈસમોની અટકાયત કરી પુછપરછ કરતાં તેઓ ઝુનેદમહંમદ ખુદાબક્ષખાન પઠાણ (રહે.સીમજી ભાગોળ,તા.મહુધા) અને અસગરઅલી હસુમીયાં ખોખર (રહે.મસ્જિદવાળુ ફળીયુ, ખોખરવાડા, તા.કઠલાલ) હોવાનું બહાર આવ્યું હતું.

(5:25 pm IST)