Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

ફુટબોલમાં હીરામણી સ્કુલ રાજયકક્ષાએ ચેમ્પીયન

અમદાવાદઃ રિલાયન્સ ફાઉન્ડેશન યુથ સ્પોર્ટસ દ્વારા આયોજીત અન્ડર-૧૮ ફુટબોલ ટુર્નામેન્ટની ફાઇનલ હીરામણી સ્કુલ અમદાવાદ અને તપોવન સ્કુલ, મહેસાણા વચ્ચે સ્પ્રીન્ટ ગ્રાઉન્ડ શીલજ ખાતે રમાઇ હતી. આ મેચમાં હીરામણી સ્કુલની ટીમે તપોવન સ્કુલ, મહેસાણાની સ્કુલની ટીમને ર-૦ હરાવીને રાજયકક્ષાએ ચેમ્પીયન બન હતી. ચેમ્પીયન બનવા બદલ હીરામણી સ્કુલની ટીમને રૂપીયા રપ,૦૦૦નો ચેક, ટ્રોફી આપવામાં આવ્યા હતા. આ ટુર્નામેન્ટમાં સ્મીત ચૌધરીને ગોલ્ડન બોલ અને રાવલ શીવમને ગોલ્ડન ગ્લોઝ અને દરેક ખેલાડીઓને ગોલ્ડ મેડલ અને સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા. અન્ડર-૧૮માં ચેમ્પીયન બનવા બદલ પ્રમુખશ્રી નરહરી અમીન અને હીરામણી પરીવારે તમામ ખેલાડીઓને અને હીરામણી ફુટબોલ ટીમના કોચ અમીત પટેલ અને રજનીકાંત ગણાવાને અભિનંદન આપ્યા હતા.

(3:37 pm IST)