Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

ડીપીએસ સ્કૂલ વિવાદ: સીબીએસસીના સિનિયર અધિકારીઓને તપાસ માટે ગુજરાત મોકલવાશે

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાંએ સીબીએસસીના ચેરમેન અનીતા કર્નવાલ સાથે ટેલિફોનિક ચર્ચા કરી

અમદાવાદના હાથીજણની ડીપીએસ સ્કૂલમા વિવાદ મુદ્દે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાંએ સીબીએસસીના ચેરમેન અનીતા કર્નવાલ સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી.

   સ્કૂલના વિવાદ મામલે સીબીએસસીના સિનિયર અધિકારીઓને તપાસ માટે ગુજરાત મોકલવામાં આવશે. આજે સીબીએસસીના બે સીનીયર અધિકારીઓ ગુજરાત આવશે અને ગુજરાતના શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરશે. બેઠકમાં ડીપીએસની માન્યતા રદ્દ કરવા માટેનો મહત્વનો નિર્ણય લેવાશે.

(1:56 pm IST)