Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

સાંભળો ભાઈ સાંભળો... દેશમાં ભ્રષ્‍ટાચારનું સૌથી ઓછું પ્રમાણ ગુજરાતમાં હોવાનું સર્વેનું તારણ

રૂપાણી સરકારે ઓનલાઈન વહીવટનો વ્‍યાપ વધારતા ભ્રષ્‍ટાચારીઓ માટે બુરે દિન

અમદાવાદ, તા. ૩ : મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીના સુશાસનની પરિપાટીએ ગુજરાતમાં દેશમાં સૌથી ઓછો કરપ્‍શન રેઇટ છે દેશની એક અગ્રગણ્‍ય બિન-રાજકીય, બિનસરકારી સ્‍વતંત્ર એજન્‍સી ટ્રાન્‍સપરન્‍સી ઇન્‍ટરનેશનલ લિમીટેડ ઇન્‍ડીયા દ્વારા ‘ઇન્‍ડીયા કરપ્‍શન સર્વે ર૦૧૯'માં આ હકિકત પ્રતિપાદિત થઇ છે

ઊર્જામંત્રી સૌરભ પટેલે આ સર્વેની વિગતો આપતાં જણાવ્‍યું કે દેશના ર૦ રાજયોના ૨૪૮ જિલ્લાઓમાં ર લાખ જેટલા શહેરી-ગ્રામીણ નાગરિકોના પ્રતિભાવો મેળવીને ‘ઇન્‍ડીયા કરપ્‍શન સર્વે ૨૦૧૯' તૈયાર કરવામાં આવેલો છે આ સર્વેમાં જે વિગતો સામે આવી છે તેમાં સૌથી વધુ રાજસ્‍થાનમાં ૭૮ ટકા, લોકમત કહે છે કે, અહિ લોકોને પોતાના કામો માટે લાંચ આપવી પડે છે

ગુજરાતમાં મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના બહુધા વિભાગોમાં હવે લેસ હ્યુમન ઇન્‍ટરફેઇસ થાય તેવા હેતુથી ઓનલાઇન પધ્‍ધતિ વિકસાવવાને પરિણામે કરપ્‍શનની માત્રામાં ગુજરાત દેશમાં અત્‍યંત ઓછા કરપ્‍શન વાળા રાજય તરીકે આ સર્વેમાં ઊભરી આવ્‍યું છે એમ સૌરભભાઇ પટેલે જણાવ્‍યું હતું.

તેમણે કહ્યું કે, શ્રી વિજયભાઇ રૂપાણીએ મહેસૂલ વિભાગમાં ઓનલાઇન NA, NOC, રાજયમાં ગમે તે સ્‍થળે ૭/૧ર ૮-અ ના ઉતારા ઓનલાઇન મેળવવાની સુવિધા, આઇ ઓરા જેવા પારદર્શી પ્રોગ્રામથી નોડયુ, બિનખેતી, વારસાઇ જેવા દાખલા ત્‍વરાએ મળી જવા જેવી વ્‍યવસ્‍થા વિકસાવી છે.

બિલ્‍ડીંગ પરમીશન ઓનલાઇન આપવા સાથોસાથ હવે તો લાભાર્થીઓને DBT ઊદ્યોગોને વીજ શુલ્‍ક માફી માટે પણ ઓનલાઇન પોર્ટલ, MSME એકમોને ઓનલાઇન એપ્‍લીકેશનના આધારે માત્ર પાંચ જ મિનીટમાં પરમીશન જેવા આયામોએ પ્રશાસન પ્રત્‍યે લોકોની નિષ્ઠા, પારદર્શીતા અને ત્‍વરિતતા માટેનો વધુ વિશ્વાસ જગાવ્‍યો છે એમ પણ ઊર્જામંત્રીએ જણાવ્‍યું હતું.

સૌરભભાઇએ ખાણ-ખનિજોની લીઝની ઓનલાઇન હરાજી, ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ગેરકાયદે ભૂ-ખનન પર નિયંત્રણ, સી.એમ. ડેશબોર્ડ દ્વારા ૩૪૦૦ જેટલા ઇન્‍ડીકેટર્સથી વિભાગોની કામગીરી તથા જિલ્લાતંત્રોની કામગીરીની રિયલ ટાઇમ મોનિટરીંગના પરિણામે ગુજરાતમાં કયાંય કોઇ અરજદાર કે લાભાર્થીને પાઇ-પૈસો આપવો પડતો નથી તેવું સ્‍વચ્‍છ-પારદર્શી-નિર્ણાયક પ્રશાસન મુખ્‍યમંત્રીશ્રીએ આપ્‍યું છે તેની પણ આ સર્વેના સંદર્ભમાં ભૂમિકા આપી હતી.

ઊર્જામંત્રીએ જણાવ્‍યું કે, રાજય સરકારે તમામ સ્‍તરેથી ભ્રષ્ટાચાર-કરપ્‍શન નાથવા ACBને વિશાળ સત્તાઓ આપી છે. એટલું જ નહિ, બટન કેમેરા, પેન કેમેરા, વોઇસ રેકોર્ડર, સ્‍પેકટ્રોગ્રાફી જેવા અદ્યતન ઉપકરણોથી સજ્જ પણ કરી છે.

સૌરભભાઇ પટેલે સ્‍પષ્ટપણે જણાવ્‍યું કે, પ્રજા વર્ગોને સરકારી વિભાગો સાથેની કામગીરીમાં કોઇ અવરોધ કે વિલંબ ન નડે, પ્રામાણિકતાથી પારદર્શી ઢબે કામ થાય તેવી સુદ્રઢ વ્‍યવસ્‍થાઓ ટેકનોલોજીના સહયોગથી મુખ્‍યમંત્રીના માર્ગદર્શનમાં ગુજરાતે વિકસાવીને સ્‍વચ્‍છ-ભ્રષ્ટાચારમુકત રાજયનું ગૌરવ આ સર્વે દ્વારા મેળવ્‍યું છે.

ગોવા, ઓડિશા, કેરાલા અને હરિયાણાનો ઓછા કરપ્‍શન વાળા રાજયોની યાદીમાં આ સર્વેમાં સમાવેશ થયો છે. આ સર્વેમાં દેશના ૬૪ ટકા પુરૂષો અને ૩૬ ટકા મહિલાઓનો મત લેવામાં આવ્‍યો હતો રાષ્ટ્રિય અને રાજયકક્ષાના સર્વે માટે કુલ ૧ લાખ ૯૦ હજાર રિસ્‍પોન્‍સીસ આવેલા જેમાંથી ૧ લાખ ર૦ હજાર રાષ્ટ્રિય કક્ષાના અને ૭૦ હજાર રાજયકક્ષાના સર્વેમાં મળેલા છે

ઊર્જામંત્રીએ કહ્યું કે, ગુજરાતે પાછલા બે દશકથી વિકાસમાં અગ્રીમ રાજય તરીકેની છબિ ઊભી કરેલી છે

હવે મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્‍વમાં મેન્‍યુફેકચરીંગ હબ, ઓટો હબ તથા એજયુકેશન હબ બનેલું ગુજરાત દેશમાં મોડેલ સ્‍ટેટ તરીકે ઊભરી આવ્‍યું છે તેમાં આ સર્વેમાં ગુજરાતને મળેલું સ્‍થાન નવા સિમાચિન્‍હ રૂપ બની રહેશે.

(12:17 pm IST)
  • માનવ સંસાધન મંત્રાલય કહ્યું છે કે તુરતમાં નવી શિક્ષણ નીતિ જાહેર કરી દેવાશે access_time 12:50 am IST

  • અરબી સમુદ્રમાં વાવાઝોડું પવન આકાર લઇ રહ્યું છે,અરબી સમુદ્રમાં રેકર્ડબ્રેક આઠમું વાવઝોડુ સર્જાશે,જોકે ભારતીય સમુદ્રકાંઠે વાવાઝોડાથી કોઈ ભય નથી,અને વાવઝોડુ પવન,સોમાલિયા તરફ આગળ વધશે access_time 8:53 pm IST

  • આણંદમાં એન્ટી કરપ્શન બ્યુરો આવકવેરાના ઓફિસર અને ચાર્ટર્ડ એકા.ને ૧૦,૦૦૦ની લાંચ લેતા ઝડપી લીધા છે access_time 12:55 am IST