Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

વિજયભાઇ રૂપાણીની સંવેદનાઃ તબીબોને કહ્યું શ્રમજીવી પરિવારના બાળકની જીંદગી બચાવવા ગમે તેટલો ખર્ચ થાય તો ચિંતા ના કરતા

૮ વર્ષનાં હિતેન સોલંકીને અકસ્‍માતે માથામાં ઇજા થયા બાદ મુખ્‍યમંત્રી દ્વારા લેવામાં આવેલી કાળજીની વાત સાંભળીને ગ્રામજનો દ્વારા આવકાર

અમદાવાદ,તા.૩:રાજયના મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીની અનોખી પિતૃ વત્‍સલ સંવેદના જોવા મળી હતી આણંદના પંડોળી ગામના આઠ વર્ષના હિતેન સોલંકીને અકસ્‍માતે માથામાં ગંભીર ઇજા પહોંચી હતી.)કૃષ્‍ણા હોસ્‍પિટલ કરમસદ માં સારવાર હેઠળ. આ ગરીબ બાળકની સારવારનો મોટો ખર્ચ તેનો દરિદ્ર પરિવાર ઉઠાવી શકે તેમ ન હતો.

માસૂમ જીંદગીનો સવાલ હતો.એવે વખતે સારવારના ખર્ચ માટે મદદની સોશીયલ મીડિયામાં અપીલ કરવામાં આવી અને રવિવારે સવારે મુખ્‍ય મંત્રીનો ફોન આવ્‍યો ખર્ચની ચિંતા ન કરશો હિતેનની સારામાં સારી સારવાર કરો

ગરીબ પરિવાર જનોની આંખો અશ્રુ ભીની થઇ ગઈ અને .હોસ્‍પિટલમાં પણ સારવારનો ઉત્‍સાહ હતો .

પેટલાદ તાલુકાના પંડોળી ગામના દિનેશ ભાઈ સોલંકીના પુત્ર હિતેનને હવે આજ હોસ્‍પિટલમાં સારામાં સારી આગળ ની સારવાર મળશે અને તેને નવજીવન મળશે એવો આશાવાદ સૌ વ્‍યક્‍ત કરી રહ્યા છે.

પંડોળી ગામે પણ પોતાના ગામના દીકરાની સારવાર માટે રાજય ના મુખ્‍ય મંત્રી દ્વારા લેવામાં આવેલી કાળજીની વાત સાંભળીને ગ્રામ જનો પણ લાગણી સભર બન્‍યા હતા.

મુખ્‍ય મંત્રીએ આજે રવિવારે સવારે અચાનકજ કૃષ્‍ણા હોસ્‍પિટલમાં ટેલિફોન કરીને હોસ્‍પિટલ ના સંચાલક સંદિપ દેસાઈ સાથે ગરીબ પરિવારના દીકરા હિતેન સોલંકી સારવાર અંગેની વિગતો મેળવી હતી. વિજયભાઈ રૂપાણીએ કૃષ્‍ણા હોસ્‍પિટલ કરમસદના સી. ઇ. ઓ.ને દીકરા હિતેનને જરૂરી તમામ સારવાર આપવા અને સારામાં સારી સારવાર આપવા કહ્યું હતું. અને જલ્‍દી સ્‍વસ્‍થ થાય તે માટે ના તમામ પ્રયાસો કરવા પણ અનુરોધ સાથે સમગ્ર સારવાર નો ખર્ચ રાજય સરકાર તરફથી કરાશે તેમ પણ ઉમેર્યું હતું.

મુખ્‍ય મંત્રી વિજય ભાઈ રૂપાણી લાગણી અને ગરીબ દીકરાની સારવાર પૈસા વગર અટકે નહીં તે માટે તુરંત ફોન કરી ગરીબ પરિવારને મોટી હૂફ મળી હતી અને હોસ્‍પિટલમાં તબીબો અને સેવા કર્મીઓમાં પણ સારવારનો ઉત્‍સાહ વધ્‍યો હતો.જયારે દીકરા ના પિતા અને માતાને હોસ્‍પિટલમાં ખબર પડી કે પોતાના દીકરાની સારવાર માટે અને સારવાર તમામ ખર્ચ સરકાર તરફથી થશે અને આ માટે રાજયના મુખ્‍ય મંત્રી વિજય ભાઈ રૂપાણી દ્વારા હોસ્‍પિટલ સંચાલકોને ફોન પણ કરાયો ત્‍યારે પરિવાર જનો બે હાથ જોડી અશ્રુ ભીની આંખે ભાવ પ્રગટ કર્યો હતો.તેઓ પાસે શબ્‍દ ન હતા.

મુખ્‍ય મંત્રીના હોસ્‍પિટલ ઉપરના ફોન બાદ કલેકટર દિલીપ રાણાએ પણ હોસ્‍પિટલ સાથે વાત કરી હતી અને જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો એમ. ટી.છારી ને હોસ્‍પિટલ ખાતે મોકલીને હિતેન સોલંકીની સારવાર અને વ્‍યવસ્‍થા સંદર્ભે જરૂરી કાળજી લેવા કરેલી તાકીદ મુજબ ડો. છારી હોસ્‍પિટલ ખાતે હાજર રહ્યા હતા.

(12:16 pm IST)
  • રાજકોટ નજીક શાપર-વેરાવળ પાસે ત્રિપલ અકસ્માત : યુટીલીટી,ખાનગી ટ્રાવેલ્સ,અને આઇસર વચ્ચે અથડામણ : ટ્રાવેલ્સમાં બેઠેલા તમામ હેમખેમ access_time 11:47 pm IST

  • સાંજે 6-30 આસપાસ કેશોદ ફરતા 10 કિલોમીટરમાં જોરદાર વરસાદ પડી ગયાનું શ્રી બિપિન રૂઘાણીએ જણાવ્યું છે તેમણે કહેલ કે રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા છે તેવો વરસાદ પડી ગયો છે access_time 7:01 pm IST

  • ઇમરાન ખાનનો આ છેલ્લો મહિનો : ઈમરાનને સતાથી હટાવવા માટેની આઝાદી માર્ચે ઐતિહાસિક ગણાવી મૌલાનાએ કહ્યું કે તેની પાર્ટી દેશભરમાં પોતાનું પ્રદર્શન ચાલુ રાખશે : મૌલાનાએ એમ પણ કહ્યું કે પનામા પેપર આંતરરાષ્ટ્રીય દબાણનો મામલો હતો જેનો ઉપયોગ રાજનૈતિક નેતૃત્વના વિરોધમાં કરાયો access_time 1:11 am IST