Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

વિધાનસભાનો વૈવિધ્‍યપૂર્ણ વર્તમાન : ૧રર સભ્‍યો ૪૦ થી ૬૦ વર્ષ વચ્‍ચેની વયના

ગુજરાતમાં ૧૬ ધારાસભ્‍યો ૪૦ વર્ષથી નાની ઉંમરના : ૬૦ વર્ષથી મોટા ૪૪ સભ્‍યો : સૌથી વધુ ૧૦ વખત ચૂંટાયેલા સભ્‍ય મોહનસિંહ રાઠવા : ગૃહના બે પૂર્વ સભ્‍યો વજુભાઇ વાળા અને આનંદીબેન હાલ રાજયપાલ

ગાંધીનગર, તા. ૩ : આગામી તા. ૯ ડીસેમ્‍બરથી વર્ષ-ર૦૧૯નું અંતિમ અને ટુંકુ વિધાનસભા સત્ર મળી રહ્યું છે. આ સત્ર શરૂ થતા પહેલા ચૌદમી ગુજરાત વિધાનસભાની કેટલીક સત્‍ય અને જાણકારી વાળી રસપ્રદ બાબત પર નજર કરીએ.

ગુજરાત વિધાનસભાના સભ્‍યોની કુલ સંખ્‍યા ૧૮ર છે તે સમગ્ર ગુજરાતની જનતા જાણે છે, પરંતુ આ સભ્‍ય સંખ્‍યામાં કેટલા સભ્‍યો કઇ ઉંમરના છે તે જાણવું રસપ્રદ છે તો આવો આ હકીકત પર ધ્‍યાન આપીએ.

૪૦ વર્ષથી ઓછી ઉંમરના ૧૬ સભ્‍યો, ૪૦ થી ૬૦ વર્ષ સુધીની ઉંમરના ૧રર સભ્‍યો અને ૬૦ વર્ષથી વધારે ઉંમરના ૪૪ સભ્‍યો છે.

હવે રસપ્રદ બાબત તરફ ધ્‍યાન રાખીને જોઇએ તો આ બે લાખથી વધારે લોકોનું પ્રતિનિધિત્‍વ કરતા કેટલા સભ્‍યો કેટલુ ભણ્‍યા છે તે જોઇએ.

- જુની નવી એસ.એસ.સી. અથવા મેટ્રીક કે તેથી ઓછું ભણેલા સભ્‍યોની સંખ્‍યા-પ૭

- એસ.એસ.સી.થી વધારે અને સ્‍નાતક અથવા તેનાથી ઓછું ભણેલા સભ્‍યોની સંખ્‍યા-૮૪

- સ્‍નાતકથી વધુ ભણેલા- ૪૧, આમ કુલ સભ્‍યો ૧૮ર.

હવે આગળ વધીએ તો એક નવી બાબત પર ધ્‍યાન રાખી જોઇએ.

- પુરૂષોની સભ્‍ય સંખ્‍યા-૧૬૯

-સ્ત્રી સભ્‍ય સંખ્‍યા ૧૩, આમ કુલ-૧૮ર

હવે ખૂબજ અગત્‍યની અને રસપ્રદ બાબત જોઇએ તો ગુજરાત વિધાનસભાની સ્‍થાપના થયા બાદ આ સભ્‍યોમાં કેટલાક સભ્‍યો કેટલી વખત ચૂંટાયા તેના પર એક નજર કરીએ.

- પ્રથમ વખત ચૂંટાયેલા સભ્‍યો-૭૯

- બે વખત ચૂંટાયેલા સભ્‍યો-૪૧,

- ત્રણ વખત ચૂંટાયેલ સભ્‍યો-રર,

- ચાર વખત ચૂંટાયેલા સભ્‍યો-૧૪,

- પાંચ વખત ચૂંટાયેલા સભ્‍યો-૧૭,

- છ વખત ચૂંટાયેલા સભ્‍યો-પ,

- સાત વખત ચૂંટોલા સભ્‍યો-૩,

- ૧૦ વખત ચૂંટાયેલા સભ્‍યો-૧

આ ૧૦ વખત ચૂંટાયેલા સભ્‍યને જાણીએ તો છોટા ઉદેપુરથી દસ વખત ચૂંટાયેલા કોંગ્રેસના સભ્‍ય શ્રી મોહનસિંહ રાઠવા જેઓ કેબિનેટ મંત્રી અને વિરોધ પક્ષના નેતા રહી ચૂકયા છે.

બીજી એક રસપ્રદ બાબત જોઇએ તો હાલના મુખ્‍ય મંત્રી વિજયભાઇ રૂપાણી તેરમી ગુજરાત વિધાનસભાના વર્ષ ર૦૧૪-૧૭ની ચૂંટા ચૂંટણીમાં વિધાન સભાના સભ્‍ય તરીકે ચૂંટાયા ત્‍યાર બાદ ચૌદમી ગુજરાત વિધાનસભામાં ફરીથી ચૂંટાયા અને હાલમાં રાજયના મુખ્‍યમંત્રી તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે. તેઓએ બી.એ.એલ.એલ.બી. સુધી અભ્‍યાસ કર્યો છે.

આ તબક્કે બન્ને એક મહાન વ્‍યકિત શ્રી કેશુભાઇ પટેલ પણ મુળ રાજકોટના વતની તેઓ પણ રાજયના મુખ્‍યમંત્રી તરીકેની જવાબદારીઓ સંભાળી ચૂકયા છે અને વિરોધ પક્ષનાના નેતા તરીકે પણ ખૂબજ નિષ્‍ઠાપૂર્વક કામગીરી નિભાવી ચૂકયા છે.

હવે રાજકોટના ગૌરવ સમાન શ્રી વજુભાઇ વાળાને પણ અત્રે યાદ કરવા જોઇએ. તેઓ નાણા મંત્રી તરીકે ૧૭ વખત વિધાનસભા બજેટ રજૂ કરી ચૂકયા છે. વિધાનસભાના અધ્‍યક્ષ તરીકે રહી ચૂકયા છે અને રાજકોટના ગૌરવ સભાન આ વ્‍યકિતત્‍વ આજે કર્ણાટકના રાજયપાલ તરીકે કાર્યરત  છે.

હવે છ વખત ચૂંટાયેલા અને ભારતીય જનતા પક્ષની સરકાર ૧૯૯પમાં બની ત્‍યારથી કેબીનેટ પ્રધાન શ્રી નીતિનભાઇ પટેલને પણ અત્રે યાદ એટલા માટે કરવા જોઇએ કે પાટીદાર સમાજ પર તેમનું પ્રભુત્‍વ ખૂબજ સારૂ છે અને તેઓ હાલમાં રાજયના નાયબ મુખ્‍યમંત્રી તરીકે કાર્યરત છે.

આવાજ ગુજરાતના એક મહિલા વ્‍યકિત્‍વને યાદ કરીએ તો શ્રીમતિ આનંદીબેન પટેલ પણ વર્ષ ૧૯૯પથી કેબીનેટ પ્રધાન તરીકે રહ્યા. રાજયસભાના સભ્‍ય તરીકે રહ્યા. મુખ્‍યમંત્રી તરીકે રહી ચૂકયા અને હાલમાં રાજયપાલ તરીકે પણ સતત સેવાઓ આપી રહ્યા છે. આમ ગુજરાતનું ગૌરવ છે કે આવા મહાનુભાવો આપણા ગુજરાતમાં છે. (૮.૭)

(12:13 pm IST)
  • પોરબંદરના કુતિયાણામાં મોડી સાંજે વરસાદી ઝાપટું :જગતના તાતની હાલત કફોડી બની access_time 11:23 pm IST

  • માનવ સંસાધન મંત્રાલય કહ્યું છે કે તુરતમાં નવી શિક્ષણ નીતિ જાહેર કરી દેવાશે access_time 12:50 am IST

  • જીડીપીના આંકડા મામલે ભાજપના સાંસદ નિશાકાન્ત દુબેએ કહ્યું જીડીપી કોઈ બાઇબલ કે રામાયણ નથી : થોડા વર્ષોમાં જીડીપીની જરૂરિયાત નહિ રહે : નિશાકાન્ત ડૂબેએ જીડીપીની થિયરી પર સવાલ ઉઠાવ્યા : તેઓએ કહ્યું જીડીપીને બદલે સતત આર્થિક વિકાસનું મહત્વ છે access_time 1:17 am IST