Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

બેસ્ટ પ્રાઇઝ સભ્યો માટે કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ હશે

વોલમાર્ટ-એચડીએફસી બેંકની પહેલ

અમદાવાદ, તા. : વોલમાર્ટ ઇન્ક.ની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની વોલમાર્ટ ઇન્ડિયાએ ફક્ત તેના બેસ્ટ પ્રાઇઝ મોર્ડન હૉલસેલ બી૨બી કેશ એન્ડ કેરી સ્ટોર્સના સભ્યો માટે કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવા એચડીએફસી બેંક લિ. સાથે સહભાગીદારી કરી છે. વોલમાર્ટ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અને સીઇઓ શ્રી ક્રિશ ઐયર અને એચડીએફસી બેંકના પેમેન્ટ્સ બિઝનેસ તથા માર્કેટિંગના કન્ટ્રી હેડ શ્રી પરાગ રાવ દ્વારા આજે બેસ્ટ પ્રાઇઝ સ્ટોર ખાતે કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડને લોન્ચ  કરવામાં આવ્યું હતું. ડિસ્કવર માટેના એપીએસીના રીજનલ મેનેજિંગ ડિરેક્ટર એની ઝેંગ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. સાથે , કાર્ડને સમગ્ર ભારતમાં આવેલ અન્ય ૨૬ બેસ્ટ પ્રાઇઝ મોર્ડન હૉલસેલ સ્ટોર ખાતે પણ લોન્ચ કરવામાં આવ્યું હતું.

          આ નવી સહભાગીદારી હેઠળ, વોલમાર્ટ ઇન્ડિયાના ભારતવ્યાપી બેસ્ટ પ્રાઇઝના નોંધણી પામેલા સભ્યો હવે તેમને પહેલેથી ઉપલબ્ધ થતાં ચૂકવણીના અન્ય વિકલ્પોની સાથે એક્સક્લુસિવ કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ મારફતે તેમની ખરીદીઓની ચૂકવણીઓ પણ કરી શકશે. તેઓ સ્ટોરમાં એક્સક્લુસિવ કાર્ડ મારફતે તેમજ બેસ્ટ પ્રાઇઝ ઓનલાઇન પ્લેટફોર્મ ડબલ્યુડબલ્યુડબલ્યુ.બેસ્ટપ્રાઇઝ.ઇન મારફતે અને આસિસ્ટેડ-ઓર્ડરિંગ સોલ્યુશન્સ દ્વારા ચૂકવણી કરી શકશે. જેમની સમક્ષ હવે કો-બ્રાન્ડેડ કાર્ડ રજૂ કરવામાં આવ્યું છે તેવા ૧૦ લાખથી વઘુ સભ્યોની સાથે (ખાસ કરીને કરિયાણાઓ) કંપની ભારતમાં ડિજિટલ પેમેન્ટ્સના સ્વીકરણને વેગ આપી રહી છે.

             કો-બ્રાન્ડેડ કાર્ડ બેસ્ટ પ્રાઇઝના સભ્યોને વાર્ષિક ખર્ચ પર ટકા સુધીની બચત કરાવવાની સાથે તમામ પ્રકારની ખરીદીઓ પર રીવોર્ડ્સ અને કેશબેક આપશે. કાર્ડ બે પ્રકારે ઉપલબ્ધ છે. એન્ટ્રી લેવલનું કાર્ડ બેસ્ટ પ્રાઇઝ સેવ સ્માર્ટ નામથી ઓળખાય છે અને કેટલાક ચોક્કસ ખર્ચને આધિન વાર્ષિક રૂ. ૧૪,૨૫૦ સુધીની બચત પૂરી પાડે છે. તેવી રીતે, તેનું પ્રીમિયમ પ્રકારનું કાર્ડ બેસ્ટ પ્રાઇઝ સેવ મેક્સ તરીકે ઓળખાય છે અને તે વાર્ષિક રૂ. ૪૦,૨૪૭ સુધીની બચત પૂરી પાડે છે. કાર્ડને ડિસ્કવર ફાઇનાન્શિયલ સર્વિસિસના બિઝનેસ યુનિટ ડાઇનર્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા સમર્થન પૂરું પાડવામાં આવશે તથા બેસ્ટ પ્રાઇઝ સભ્યો તેમને પ્રાપ્ત થતાં વિશેષાધિકારો અને ઓફરોની સાથે-સાથે તે તેમના વ્યાવસાયિક ખર્ચને સરળીકૃત કરવામાં અને તેનું વ્યવસ્થાપન કરવામાં પણ મદદરૂ થશે.

(9:49 pm IST)
  • શરદ પવારે જાહેર કર્યું છે કે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર એકબીજાના સંપર્કમાં હતા તેની મને જાણ હતી access_time 12:57 am IST

  • પાકિસ્તાન મરીન એજન્સી ગુજરાત દરિયાકાંઠેથી 18 માછીમારો સહિત 3 બોટ બળજબરીથી ઉપડી ગયાનું જાહેર થયું છે access_time 12:50 am IST

  • મહારાષ્ટ્રમાં ભાજપના પંકજા મુંડે,વિનોદ તાવડે સાથે 39 ધારાસભ્યો સંભવિત બળવાખોર તરીકે શંકાના દાયરામાં : ભેદી રાજકીય હિલચાલ શરૂ access_time 10:51 pm IST