Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

નલિયામાં પારો વધુ ગગડી ગયો : તીવ્ર ઠંડીનો અનુભવ

નલિયામાં લઘુત્તમ તાપમાન ઘટીને ૮ ડિગ્રી : અમદાવાદ શહેરમાં પણ હવે ઠંડીમાં સતત વધારો નોંધાતા ગરમ વસ્ત્રોના બજારમાં તેજીનો માહોલ : લોકો સાવધાન

અમદાવાદ, તા. : ગુજરાતના નલિયા સહિતના કેટલાક ભાગોમાં તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. આજે નલિયામાં સતત બીજા દિવસે લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થયો હતો. નલિયામાં આજે પારો ગગડીને ડિગ્રી સુધી નીચે પહોંચી ગયો હતો. વહેલી સવારમાં અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. બપોરના ગાળામાં હજુ પણ લોકોને ઓછા પ્રમાણમાં ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આમ હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ નીચે સરકે તેવી આગાહી પણ વ્યકત કરાઇ છે ત્યારે શિયાળાની ઠંડીપ્રેમી નાગરિકો ખુશીની લાગણી વ્યકત કરી રહ્યા છેમોટાભાગના લોકો મોડી રાત્રે ગરમ વસ્ત્રોમાં પણ નજરે પડવા લાગી ગયા છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડે છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે નહીં. જો કે, નલિયામાં ગઇકાલની સરખામણીમાં આજે ઉલ્લેખનીયરીતે ઘટ્યો હતો. હજુ નલિયામાં પારો ગગડે તેવા સંકેત છે. અમદાવાદમાં પારો આવતીકાલે વધુ ઘટે તેવા સંકેત દેખાઈ રહ્યા છે

             ઠંડીની રૂઆત થતા ફિટનેસ જાળવવા માટેનો સર્વશ્રેષ્ઠ ગાળો હોવાથી રૂરી નિષ્ણાતોની મદદ લેવાઈ રહી છે. અમદાવાદમાં પણ સવારમાં તીવ્ર ઠંડીનો ચમકારો હવે અનુભવાઈ રહ્યો છે. અલબત્ત, ગઈકાલની સરખામણીમાં આજે સોમવારના દિવસે અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાનમાં આંશિક વધારો થયો હતો પરંતુ સવારમાં લોકો હવે ગરમ વસ્ત્રોમાં નજરે પડી રહ્યા છે. કંડલા એરપોર્ટ ખાતે પણ પારો ૧૪. ડિગ્રી સુધી નીચે રહ્યો હતો. ફુલગુલાબી ઠંડીમાં વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છેફિટનેસ મેળવવા માટે જીમમાં જતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. હાલમાં મિશ્ર સિઝન હોવાના લીધે નાના બાળકો અને મોટી વયના લોકોને સાવધાન રહેવાનો પણ ગાળો છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. લઘુતમ અને મહત્તમ તાપમાનમાં હાલ ફેરફાર  નહીં થાય તેમ માનવામાં આવે છે. આજે સવારે પણ ઠંડી નોંધાઇ હતી. જો કે બપોરના ગાળામાં સુર્યપ્રકાશ રહેતા લોકો મિશ્ર સિઝનનો અનુભવ કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હવે ઠંડીનો અનુભવ થવા લાગી ગયો છે. વિશેષ કરીને સવારમાં વધુ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. : ગુજરાતના નલિયા સહિતના કેટલાક ભાગોમાં તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. આજે નલિયામાં સતત બીજા દિવસે લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થયો હતો. અમદાવાદ શહેરની સાથે સાથે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે.

સ્થળ

લઘુત્તમ તાપમાન

અમદાવાદ

૧૯.

ડિસા

૧૭

ગાંધીનગર

૧૭.

વડોદરા

૨૦.

સુરત

૨૧.

વલસાડ

૨૧

ભાવનગર

૧૯.

પોરબંદર

૨૦.

રાજકોટ

૧૫

સુરેન્દ્રનગર

૧૬.

મહુવા

૧૮.

ભુજ

૧૪

નલિયા

કંડલા એરપોર્ટ

૧૪.

(9:41 pm IST)
  • પાંચમી ડિસેમ્બરે રિઝર્વ બેન્ક સતત છઠ્ઠી વખત વ્યાજદરમાં ઘટાડો જાહેર કરી શકે છે તેમ આધારભૂત વર્તુળો જણાવે છે access_time 10:49 pm IST

  • અરબી સમુદ્રમાં વાવાઝોડું પવન આકાર લઇ રહ્યું છે,અરબી સમુદ્રમાં રેકર્ડબ્રેક આઠમું વાવઝોડુ સર્જાશે,જોકે ભારતીય સમુદ્રકાંઠે વાવાઝોડાથી કોઈ ભય નથી,અને વાવઝોડુ પવન,સોમાલિયા તરફ આગળ વધશે access_time 8:53 pm IST

  • ભારતીય રેલવેની મુસાફરોને ભેટ : હવે ટ્રેનના જનરલ ડબ્બામાં પણ રિઝર્વેશન મળશે : સીટ નંબર સાથે યાત્રીનો ફોટો વ્હોટ્સ એપ ઉપર આવી જશે : જગ્યા માટે થતા ઝગડા બંધ થઇ જશે :" પાસ ફોર અનરિઝર્વ્ડ બોર્ડ (PURB) " નામક યોજના પ્રાયોગિક ધોરણે શરૂ : ટૂંક સમયમાં સમગ્ર દેશમાં લાગુ કરાશે access_time 12:29 pm IST