Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

LRD પેપર લીકકાંડનો સૂત્રધાર યશપાલસિંહને રાજકીય ધરોબો: લુણાવાડામાં ઘરે પણ તાળા લાગ્યા :હાલ ભૂગર્ભમાં

પેપર લીક કૌભાંડનો રેલો છેક દિલ્હી સુધી પહોંચ્યો: કોન્ટેક્ટે યશપાલને 5 લાખમાં પેપર વેચ્યું હતું

અમદાવાદ :લોકરક્ષક દળ વર્ગ-3ની પરીક્ષાના પેપર લીકેજના મુખ્ય કાવતરાખોર તરીકે ઉભરી આવેલા યશપાલસિંહ સોલંકી રાજકીય ધરોબો ધરાવે છે હાલમાં હંગામી ધોરણે વડોદરા મહાનગર પાલિકાના (વીએમસી) સેનેટરી વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા હોવાનું સામે આવ્યું છે

  હંગામી કર્મચારી તરીકે કાર્યરત હોવા છતાં યશપાલ રાજકીય ઘેરોબો ધરાવતો હોવાનું પણ જાણવા મળ્યું છે. જો કે, પેપર લીકનો ભાંડો ફૂટ્યો ત્યારથી યશપાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે યશપાલના મહિસાગર જિલ્લાના લુણાવાડાના છાપરી મુવાડા ગામ સ્થિત ઘરે પણ તાળાં લાગ્યાં છે

   એવું .કહેવાય છે કે, યશપાલસિંહ દિલ્હીથી 5 લાખ રૂપિયામાં પેપરના જવાબો લાવ્યો હતો, યશપાલે જવાબો મનહર પટેલને આપ્યા હતા. તેના દિલ્હીના કોન્ટેક્ટે યશપાલને 5 લાખમાં પેપર વેચ્યું હતું. આમ, પેપર લીક કૌભાંડનો રેલો છેક દિલ્હી સુધી પહોંચ્યો છે. યશપાલ 1 ડિસેમ્બરે રાત્રે જ જવાબો લઇને દિલ્હીથી ફલાઈટમાં વડોદરા પરત ફર્યો હતો. આ જવાબોની શીટ યશપાલે તેના સાગરિત મનહર પટેલને આપી હયશપાલસિંહ દિલ્હીથી 5 લાખ રૂપિયામાં પેપરના જવાબો લાવ્યો હતો

કહેવાય છે કે, યશપાલસિંહ દિલ્હીથી 5 લાખ રૂપિયામાં પેપરના જવાબો લાવ્યો હતો, યશપાલે જવાબો મનહર પટેલને આપ્યા હતા. તેના દિલ્હીના કોન્ટેક્ટે યશપાલને 5 લાખમાં પેપર વેચ્યું હતું. આમ, પેપર લીક કૌભાંડનો રેલો છેક દિલ્હી સુધી પહોંચ્યો છે. યશપાલ 1 ડિસેમ્બરે રાત્રે જ જવાબો લઇને દિલ્હીથી ફલાઈટમાં વડોદરા પરત ફર્યો હતો. આ જવાબોની શીટ યશપાલે તેના સાગરિત મનહર પટેલને આપી હતી

(12:39 am IST)