Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

લોકરક્ષકદળ પેપર લીક મામલે વધુ એક ખુલાસો : કોંગ્રેસના ધારાસભ્યનું નામ પણ ઉછળ્યું

હોસ્ટેલમાં રહીને રૂપલ શર્મા કામ કરતી હતી :સુરેશ પટેલે સ્વીકાર્યું છે કે તેમણે હોસ્ટેલ ભાડે આપી હતી : રામસિંહ રાજપૂતના નામે ભાડા કરાર થયો હતો.

અમદાવાદ :લોકરક્ષક ભરતી મામલે હવે કોંગ્રેસના ધારાસભ્યનું નામ પણ સામે આવી રહ્યું છે. કોંગ્રેસના માણસાના ધારાસભ્ય સુરેશ પટેલની હોસ્ટેલમાં રહીને રૂપલ શર્મા કામ કરતી હતી. રૂપલ શર્માએ હોસ્ટેલમાં પેપર મગાવ્યું હતું. એટલુ જ નહીં, હોસ્ટેલમાં જ પેપરની વહેંચણી થયાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. 

ગાંધીનગર પોલીસ આ મામલે સુરેશ પટેલની પણ પૂછપરછ કરશે. સુરેશ શર્માના પ્લોટ પર હોસ્ટેલ બનેલી છે. સુરેશ પટેલે સ્વીકાર્યું છે કે તેમણે હોસ્ટેલ ભાડે આપી હતી. રામસિંહ રાજપૂતના નામે ભાડા કરાર થયો હતો.

(11:09 pm IST)