Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

લોકરક્ષક ભરતીના પેપર લીક કાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજુર

અમદાવાદ: લોકરક્ષક ભરતીના પેપર લીક મામલે પાંચ આરોપીઓના નામ સામે આવ્યા હતા. જેમાંથી પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ત્યારે હજુ એક આરોપી પોલીસના સકંજામાંથી ફરાર છે. પોલીસ દ્વાર 4 આરોપીઓને જજના ઘરે રજૂ કરવામાં આવ્યા છે અને તેમના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

 લોકરક્ષક દળની ભરતીમાં પેપર લીક થયા બાદ સરકારે તાત્કાલિક પેપર રદ કર્યુ હતું. ત્યારબાદ આજે પેપર લીક કૌભાંડમાં પાંચ આરોપીઓના નામ સામે આવ્યા હતા.

(9:49 pm IST)