Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

વડોદરાની ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનની ગુણવતાને લઈને હોબાળો મચી જવા પામ્યો:ભોજનમાંથી જીવાતો નીકળતા અરેરાટી

વડોદરા:શહેરની ગર્લ્સ સમરસ હોસ્ટલ બાદ હવે સમા વિસ્તારમાં આવેલી બોયઝ સમરસ હોસ્ટેલમાં પણ ભોજનની ગુણવત્તાને લઈને આજે હોબાળો મચ્યો હતો.

હોસ્ટેલની મેસમાં વિદ્યાર્થીઓને આપવામાં આવેલા શાકમાંથી જીવાત નીકળતા વિદ્યાર્થીઓએ મેસમાં હંગામો મચાવ્યો હતો અને હોસ્ટેલની બહાર નીકળીને ધરણા પણ કર્યા હતા.

વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના મેન્યૂમાં દુધનો સમાવેશ થયેલો છે.તેની જગ્યાએ કોન્ટ્રાક્ટર દ્વારા પાણીવાળી છાશ આપવામાં આવે છે.ઉપરાંત હોસ્ટેલમાં સફાઈની પણ સમસ્યા છે.પહેલા રોજે વિદ્યાર્થીઓના રુમોની સફાઈ થતી હતી.હવે માત્ર સપ્તાહમાં એક જ દિવસ હોસ્ટેલમાં સફાઈ થાય છે.વિદ્યાર્થીઓએ વધુમાં કહ્યુ હતુ કે હોસ્ટેલમાં પાણીની પણ સમસ્યા છે.વિદ્યાર્થીઓને પુરતુ પાણી મળતુ નથી.હાલમાં શિયાળો છે ત્યારે નહાવા માટે ગરમ પાણીની પણ સમસ્યા વિદ્યાર્થીઓ વેઠી રહ્યા છે.

 

(5:43 pm IST)