Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

અમદાવાદની ટેક્નિકલ કોલેજોમાં નિયમ વિરુદ્ધ ફી લેનાર 44 કોલેજોને નોટિસ ફટકારાઇ: પાલન ન કરનારને 20 લાખ સુધીનો દંડ થવાની સંભાવના

અમદાવાદ:સરકારની ટેકનિકલ કોર્સની ફી નક્કી કરતી ફી નિર્ધારણ કમિટી દ્વારા ગત બે બે વાર શો કોઝ નોટીસ આપ્યા બાદ પણ નિયમ વિરૃદ્ધ વિવિધ મથાળ હેઠળ વધુ ફી ન લેવાની બાયંધરી ન આપનારી અને વધુ ફી લેનારી ૪૪ ટેકનિકલ કોલેજોને રૃ.૨૦ લાખ સુધીનો દંડ કરાશે.ફી કમિટીના જણાવ્યા અનુસાર જે કોલેજે વિદ્યાર્થી પાસેથી ડિપોઝીટ લીધી છે પરંતુ પાછી આપી દીધી છે તેમને ઓછો દંડ કરાશે અને જે કોલેજોએ ડિપોઝીટ પાછી આપી જ નથી તેમને વધુ દંડ કરાશે.

ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરી,ફાર્મસી તથા એમબીએ-એમસીએ સહિતની વિવિધ ટેકનિકલ કોર્સની કેટલીક ખાનગી કોલેજો દ્વારા ફી કમિટીના સ્પષ્ટ આદેશ છતા નિયમ વિરૃદ્ધ વિદ્યાર્થીઓ પાસેથી પ્રવેશ સમયે ૧૦ હજાર રૃપિયા ડિપોઝિટ અથવા કોશન મની રૃપે લેવામા આવે છે.અભ્યાસ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીને પાછી અપાય છે પરંતુ ઘણી કોલેજ પાછી આપતી પણ નથી.ચાર વર્ષ સુધી વિદ્યાર્થીઓના લાખો રૃપિયા દબાવી રાખી વ્યાજ મેળવતી કોલેજો સામે અનેક ફરિયાદો થતા ફી કમિટી જાગી હતી.

(5:40 pm IST)